શું અમિત શાહ જ રહી શકે છે BJPના અધ્યક્ષ? જાણો શું કહે છે નિયમ

PC: facebook.com/pg/AmitShah.Official

લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જબરદસ્ત જીત અપાવવામાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવનારા અમિત શાહ જ્યારથી હોમ મિનિસ્ટર બન્યા છે, ત્યારથી એક જ વાત ચાલી રહી છે કે તેમની જગ્યા ભાજપમાં કોણ લેશે. કોણ ભારતીય જનતા પાર્ટીનું અધ્યક્ષપદ સંભાળશે. આને લઇને ઘણા નામો પણ સામે આવ્યા હતા, પરંતુ હજુ સુધી આને લઇને કોઇ નામ ફાઇનલ થયું નથી. ત્યારે એવી વાત સામે આવી રહી છે કે, BJPના અધ્યક્ષ તરીકે અમિત શાહ રહી શકે છે.

ભારતીય જનતા પાર્ટીના વિશ્વસનીય સૂત્રોએ ન્યૂઝ ચેનલ આજતકને કહ્યું હતું કે, આજના સમયમાં અમિત શાહમાં એ ક્ષમતા છે કે તેઓ અતિ વ્યસ્ત ગૃહ મંત્રાલયની સાથે 11 કરોડ સભ્યોવાળી દેશની સૌથી મોટી પાર્ટીને એકસાથે ચલાવી શકે છે. નવા અધ્યક્ષપદ અંગે આ સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ચર્ચાઓ જે પણ થઇ રહી હોય, જ્યાં સુધી મને સુચના મળી છે કે અમિત શાહ હાલમાં અધ્યક્ષ રહેશે. હવે બધું તેમના પર આધારિત છે.

bjp-president-election_061119031028.png

ભારતીય જનતા પાર્ટીમાં એક વ્યક્તિ-એક પદનો સિદ્ધાંત લાગુ હોવાની વાત કરવામાં આવે છે. એટલે કે સંગઠનમાં રહેતા સરકારમાં ભૂમિકા નથી નિભાવી શકતા. પરંતુ પાર્ટીએ સપ્ટેમ્બર 2012મા સંશોધન બાદ તૈયાર થયેલા નવા સંવિધાનમાં આનો કોઇ લેખિત ઉલ્લેખ નથી મળતો. BJPની વેબસાઇટ bjp.org પર 46 પેજના સંવિધાનમાં આમ તો રાષ્ટ્રીય અધ્યક્ષથી લઇને સ્થાનીય પદાધિકારીઓના ચૂંટણી સુધીના નિયમો અને કાયદાઓ છે. પણ આમાં અધ્યક્ષ પદ માટે ક્યાંય એક વ્યક્તિ એક પદના સિદ્ધાંતની શરત નથી જોવા મળતી.

BJPની વેબસાઇટ પર જે સંવિધાન છે, તે સપ્ટેમ્બર 2012મા ફરીથી તૈયાર થયું હતું. BJPની મે 2012મા મુંબઈમાં થયેલી રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં અધ્યક્ષને ત્રણ-ત્રણ વર્ષના બે કાર્યકાળ આપવાનો પ્રસ્તાવ પાસ થયો હતો, જેને સપ્ટેમ્બર 2012મા સૂરજકુંડની બેઠકમાં મંજૂરી મળી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp