સમગ્ર દેશ નેતાજીના શૌર્ય અને લડવાના અજેય જુસ્સાને હંમેશ માટે યાદ રાખશેઃ અમિત શાહ

PC: PIB

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. અમિત શાહે આસામના ગુવાહાટી ખાતે આજે નેતાજીની છબી સમક્ષ પુષ્પાંજલી અર્પણ કરીને સ્વતંત્રતાની ચળવળના આ મહાન નાયકને વંદન કર્યાં હતા. આ કાર્યક્રમમાં, કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, સુભાષબાબુ એક તેજસ્વી વિદ્યાર્થી, જન્મજાત દેશભક્ત, કુશળ પ્રશાસક અને સારા સંગઠનકાર તેમજ લડત આપવાનો અજોડ જુસ્સો ધરાવતા નેતા હતા. તેમના સાહસ અને હિંમતે ભારતની સ્વતંત્રતાની ચળવણને નવી તાકાત બક્ષી હતી.

તેમણે વિપરિત સંજોગોમાં પણ પોતાના પ્રભાવશાળી નેતૃત્વ સાથે દેશના યુવાનોને સંગઠિત કર્યા હતા. તેઓ સ્વતંત્રતાની ચળવળ પ્રત્યે કટિબદ્ધ હતા અને કલકત્તાથી જર્મની સુધીનું 7,000 કિલોમીટરથી વધુ અંતર જમીનમાર્ગે કાપ્યું હતું તેમજ અંદાજે 27,000 કિલોમીટરનું અંતર સબમરીનમાં કાપ્યું હતું જે સુભાષબાબુની અજેય હિંમતનો ચિતાર આપે છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ નેતાજીના શૌર્ય અને નિરંતર સંઘર્ષને હંમેશાં યાદ રાખશે. PM નરેન્દ્ર મોદીએ નેતાજીની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવીને તેમને અભૂતપૂર્વ સ્મરણાંજલી અર્પણ કરી છે. પરાક્રમ દિવસ નિમિત્તે હું તમામ દેશવાસીઓને શુભેચ્છા પાછવું છું. આ મહત્ત્વપૂર્ણ દિવસની તમામ દેશવાસીઓને શુભકામના. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, સુભાષબાબુની 125મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં પૂર્ણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે થશે જેથી આવનારી પેઢીઓ દેશ માટે નેતાજીએ આપેલા યોગદાનને લાંબા સમય સુધી યાદ રાખશે. અમિત શાહે એમ પણ જણાવ્યું હતું કે, આ પ્રેરણાથી, લાખો બાળકો દેશના વિકાસમાં યોગદાન આપી શકશે અને આવનારા દિવસોમાં રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp