અરવિંદ કેજરીવાલે PM મોદીને શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ આપ્યું કે નહીં, જાણો

PC: amazonaws.com

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરનારા અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી પદની શપથ લેશે. સૌ કોઈની નજર એ વાત પર હતી કે શું કેજરીવાલ પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ આપે છે કે નહીં. આ ચર્ચાઓ પર વિરામ લાગી ગયો છે. આમ આદમી પાર્ટીના પ્રણેતા અરવિંદ કેજરીવાલે શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ આપ્યું છે.

આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ કેજરીવાલને શુભેચ્છા પણ પાઠવી હતી. PM નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વિજયી થવા બદલ AAP અને અરવિંદ કેજરીવાલજીને અભિનંદન. દિલ્હીની જનતાની આકાંક્ષાઓને પૂરી કરો તે માટે ખૂબ ખૂબ શુભેચ્છા.

આ ટ્વીટનો CM અરવિંદ કેજરીવાલે જવાબ આપતા ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, તમારો આભાર સર, હું આપણી રાજધાનીને વાસ્તવમાં વર્લ્ડ ક્લાસ સિટી માટે કેન્દ્ર સાથે મળીને કામ કરવાની આશા રાખું છું.

આખી દિલ્હીને આમંત્રણઃ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સતત બીજીવાર જીત હાંસલ કર્યા બાદ કેજરીવાલ મુખ્યમંત્રી પદની શપથ લેવા માટે તૈયાર છે. રવિવારે તેઓ ત્રીજીવાર મુખ્યમંત્રી પદ માટે શપથ લેશે. આ માટે આમ આદમી પાર્ટીએ પૂરી દિલ્હીને આમંત્રણ આપ્યું છે. અરવિંદ કેજરીવાલે નક્કી કર્યું છે કે તે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કરશે નહીં. રામલીલા મેદાનમાં કેજરીવાલ તેમના કેબિનેટની સાથે શપથ લેશે.

આ ખાસ અવસર માટે આમ આદમી પાર્ટીએ એક ખાસ મહેમાનને આમંત્રણ આપ્યું છે. આમ આદમી પાર્ટીની જીત બાદ ચર્ચામાં આવેલ ‘બેબી મફલરમેન’ શપથ ગ્રહણ સમારોહમાં મહેમાન બનશે. આમ આદમી પાર્ટીએ તેમના ટ્વીટર હેન્ડલ પર આ વાતનું એલાન કર્યું છે. પાર્ટીએ ટ્વીટ કર્યું, બેબી મફલરમેનને અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તૈયાર થઈ જાઓ જૂનિયર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp