મુંબઈના બધા પોલીસ સ્ટેશનોમાં અર્નબ ગોસ્વામી પર દેશદ્રોહનો કેસ નોંધાવશે આ પાર્ટી

PC: freepressjournal.in

મુંબઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મુંબઈના બધા પોલીસ સ્ટેશનોમાં રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી વિરુદ્ધ દેશદ્રોહનો કેદ દાખલ કરાવશે અને અર્નબ ગોસ્વામીની ધરપકડની માંગણી કરશે. મુંબઈ કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ ભાઈ જગતાપે શનિવારે ઉત્તર મધ્ય મુંબઇમાં કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનમાં આ જાહેરાત કરી હતી. ભાઈ જગતાપે કહ્યું હતું કે, અર્નબ ગોસ્વામી મુંબઈ પોલીસથી બચવા માટે હાલના દિવસોમાં મુંબઈ છોડીને દિલ્હીમાં રહે છે. જો મુંબઇમાં તેની વિરુદ્ધ દરેક પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહનો કેસ દાખલ થશે તો, મુંબઈ પોલીસ તેને દિલ્હીથી ધરપકડ કરીને મુંબઈ લાવવા માટે મજબૂર થશે.

ભાઈ જગતાપે કહ્યું કે અર્નબ ગોસ્વામી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરાવવાની શરૂઆત તે પોતે જ કરશે. તેમણે કહ્યું કે પોતે અને મુંબઈ કોંગ્રેસના કાર્યાધ્યક્ષ ચરણજીત સિંહ સપરા સોમવારના રોજ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં અર્નબ ગોસ્વામી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરાવશે. અર્નબ ગોસ્વામીએ પોતાની ચેનલની TRP વધારવા માટે ખુલ્લેઆમ દેશની સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્ત જાણકારીઓ પોતાની ચેનલ પર દેખાડીને દેશ સાથે ગદ્દારી કરી છે. એવા ગદ્દારને માફ કરવામાં આવે નહીં આવી શકે.

તેમણે કહ્યું કે બાલાકોટ પર થયેલા આતંકી હુમલાથી પહેલા અને જવાબમાં પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇકની જાણકારી પહેલા જ અર્નબ ગોસ્વામી સુધી કઈ રીતે પહોંચી? એ બાબતે ન તો મોદી સરકારે અત્યાર સુધી કોઈ ખુલાસો કર્યો છે અને ન તો અર્નબ ગોસ્વામી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. એ સ્પષ્ટ વાતના પુરાવા છે કે અર્નબ ગોસ્વામી અને મોદી સરકાર વિરુદ્ધ ખાસ સાંઠગાંઠ છે. અર્નબ ગોસ્વામી BJPના દલાલ તરીકે કામ કરી રહ્યો છે.

ભાઈ જગતાપે ફરી એકવાર BMC ચૂંટણી કોંગ્રેસના એકલાના દમ પર લડવાની વાત રીપિટ કરી હતી અને કહ્યું હતું કે મુંબઈ અને મુંબઈના સામાન્ય લોકોના મુદ્દા પર કોંગ્રેસ આક્રમક રીતે લડાઈ લડશે. તેમણે કહ્યું કે 100 દિવસ ચાલનારું ‘મેરી મુંબઈ, મેરી કોંગ્રેસ’ અભિયાન શરૂ થઈ ચૂક્યું છે. હવે જલદી જ મુંબઈના બધા જિલ્લાઓમાં મહિનામાં એક દિવસે જનતા દરબાર શરૂ કરવામાં આવશે. જેમાં કોંગ્રેસના બધા મંત્રી ભાગ લેશે અને સ્થાનિક સ્તર પર જ જનતાની ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે.

આ અવસર પર મુંબઈ કોંગ્રેસના તમામ મોટા નેતા જેમાં કાર્યાધ્યક્ષ ચરણસિંહ સપરા, મુંબઈના પાલિકામંત્રી અસલમ શેખ, શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડ, પૂર્વ મંત્રી નસીમ ખાન, પૂર્વ સાંસદ પ્રિયા દત્ત, ધારાસભ્ય જિશાન સિદ્દિકી સહિત ઉત્તર મધ્ય મુંબઈના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp