BJP સમજે છે હું હલવો છું પણ હું લાલ મરચું છું: અસદુદીન ઓવૈસી

PC: facebook.com/Asaduddinowaisi

AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, BJP મને હલવો સમજવાની ભૂલ કરે છે, પરતું હું હલવો નહીં લાલ મરચું છું. ઓવૈસીએ બજેટ સત્ર પહેલા થનારા ‘હલવા સેરેમની’ પર નિશાન સાધતા કહ્યું હતું કે, હલવો તો શબ્દ અરબી છે, પરંતુ નાણાં મંત્રીએ તો તેની પૂજા કરી રહી હતી. શું એ લોકો તેનું (હલવાનું) નામ પણ બદલી નાંખશે?

તમને જણાવી દઇએ કે, મોદી સરકારના બીજા ટર્મનું આ પહેલું બજેટ સત્ર છે અને 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે. તે માટે હલવા સેરેમની સાથે બજેટ રજૂ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. સોમવારે નોર્થ બ્લોક સ્થિત નાણાં મંત્રાલયની ઓફિસમાં હલવા સેરેમનીની પ્રક્રિયા થઇ હતી. હલવા સેરેમની દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સિતારમન, કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર સહિત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતા. નાણાં મંત્રાલયમાં લોખંડની કડાઇમાં હલવો બનાવવામાં આવે છે અને હલવો કર્મચારીઓની સાથોસાથ નાણાં મંત્રીને પણ આપવામાં આવે છે. આ હલવો ખાધા પછી બધા અધિકારીઓની ઓફિસ બંધ થઇ જાય છે.

હલવા સેરેમનીની પ્રક્રિયા પછી નિશાન સાધતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, ‘હલવો એક અરબી શબ્દ છે અને નાણાં મંત્રી તેની પૂજા કરી રહ્યા હતા. શું હવે એ લોકો અરબી થઇ ગયા? BJP સમજે છે કે હું હલવો છું, પરંતુ હું લાલ મરચું છું' અને પછી અસદુદ્દીન ઓવૈસીએ ગૃહમંત્રી અમિત શાહને CAA સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવાનો પડકાર પણ આપ્યો હતો.

halwa1_012020051627_012220092137.jpg

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ દેશના ઘટતા GDP દર વિશે પણ હુમલો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષે દાવોસમાં વિશ્વ આર્થિક મંચના વર્ષિક શિખર સંમેલનમાં જાહેર કરેલા અહેવાલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ભરતાનો વૃદ્વિ દર 4.8 રહેશે. આ અહેવાલને લઇને અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, માશાલ્લાહ મોદી હે તો હર નામુમકીન મુમકીન હે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp