AAPમાંથી આશુતોષે આપ્યું રાજીનામું, શું કહ્યું અરવિંદ કેજરીવાલે રાજીનામા વિશે?

PC: dnaindia.com

પત્રકારત્વ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલાં આશુતોષે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આશુતોષે આ વિષયમાં પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી રાજીનામાંની જાહેરાત કરી હતી અને કહ્યું કે તેઓ અંગત કારણસર આવું કરી રહ્યા છે.

જોકે થોડાં જ કલાકોમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ આશુતોષની ટ્વીટને રિપ્લાય કરતા લખ્યું કે 'આ જનમમાં તો તમારું રાજીનામું સ્વીકારવામાં નહીં આવે.'

અરવિંદ કેજરીવાલે બીજી ટ્વીટમાં લખ્યું કે 'સર, અમે બધા તમને ખૂબ પ્રેમ કરીએ છીએ.'

આ અગાઉ આશુતોષે ટ્વીટર પર લખ્યું હતું કે ,'બધો સફર અહીં સમાપ્ત થાય છે. AAP સાથે મારા સુંદર/ક્રાંતિકારી સંબંધ સમાપ્ત થઈ ગયા છે. મેં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને PACને તેનો સ્વીકાર કરવાનો અનુરોધ કર્યો છે. આ સંપૂર્ણપણે વ્યક્તિગત કારણોસર કરી રહ્યો છું. પાર્ટી અને અન્ય લોકોએ જેમણે મારો સાથ આપ્યો છે તેમનો અભાર.'

આ ઉપરાંત તેમણે એવી ટ્વીટ પણ મૂકી હતી કે મીડિયાના મિત્રો આ વિષયને લઈને તેમને ફોન ન કરે.

શું છે નારાજગી?

પત્રકારત્વ છોડીને આશુતોષ 2014મા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તે જ વર્ષે લોકસભાની ચૂંટણીમાં તેઓ ચાંદની ચોકથી પાર્ટીના ઉમેદવાર બન્યા હતા પરંતુ તેઓ ત્રણ લાખથી વધુ વોટથી હારી ગયા હતા.
આશુતોષને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખૂબ નજીકના માનવામાં આવે છે પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આશુતોષ રાજ્યસભામાં નહીં મોકલવામાં આવતા નારાજ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp