ગુજરાત આખું મોદી મય, ક્યાંક ખમણ તો ક્યાંક CNG ગેસ ફ્રીમાં અપાયો

PC: youtube.com

દેશની જનતાએ મતદાન સમયે કમળનું બટન દબાવીને દેશમાં ભાજપને બહુમતીથી જીત અપાવી છે. ત્યારે ગુજરાતમાં ભાજપના જીતની અલગ જ રીતે ઉજવણી થઇ રહી છે. કેટલીક જગ્યા પર ફ્રિમાં રીક્ષામાં ગેસ પૂરી આપવામાં આવે છે અને કેટલીક જગ્યા પર ખમણ અને ચાનું વિતરણ કરવામાં આવે છે, તો કેટલીક જગ્યાઓ લોકો મીઠાઈ વહેચીને ભાજપની જીતની ખુશી વ્યકત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓને એટલો આત્મવિશ્વાસ હતો કે, મત ગણતરીના આગળના દિવસે કેટલીક જગ્યાઓ પર મીઠાઈ બનવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, તો કેટલોક જગ્યા પર જીતની ઉજવણી કરીને કાર્યકર્તાઓએ એક બીજાના મો મીઠા કરાવ્યા હતા. 

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા સામે 3,68,407 મતની લીડથી વિજય થયા છે. ત્યારે રાજકોટમાં ભાજપને મળેલી જીતની ઉજવણી કરવા માટે રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા દ્વારા પોતાના પેટ્રોલ પંપ પર રીક્ષા ચાલકોને રીક્ષામાં CNG ગેસ ફ્રીમાં પૂરી આપોવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

વડોદરામાં પણ આજ પ્રકારની ઉજવણી જોવા મળી હતી ભાજપની જીતની ખુશીમાં વડોદરાના કરેલીબાગ ખાતે આવેલી ખમણની દુકાનના માલિક દ્વારા સવારથી સાંજ સુધીમાં 800 કિલો ખમણ અને ઢોકળાનું ફ્રિ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના કારણે આજે ખમણ અને ઢોકળાનું ફ્રિમાં વિતરણ શરૂ કરવામાં આવ્યું હતુ. તેથી દુકાન બહાર મોટી સંખ્યામાં લોકોની લાઈન જોવા મળી હતી.

આ ઉપરાંત રાજકોટમાં એક વ્યક્તિએ ગઈ કાલે પોતાના માથાના પાછળમાં ભાગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેસ કટ કરાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp