પુલવામા હુમલાના 1 વર્ષ પર રાહુલે પૂછ્યા 3 સવાલ, BJPએ જૈશ સાથે નામ જોડી દીધું

PC: hindustantimes.com

પુલવામા હુમલાથી કોને વદારે ફાયદો? પુલવામા આતંકવાદી હુમલાની પહેલી વરસી પર આ સવાલ પૂછનારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ભાજપાએ જોરદાર પલટવાર કર્યો છે. ભાજપા પ્રવક્તા સંદીપ પાત્રાએ કહ્યું કે, ગાંધી પરિવાર ફાયદાની આગળ કશું વિચારી જ નહીં શકે. તો GVL નરસિમ્હાએ રાહુલ ગાંધીને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આંતકવાદી સંગઠનો પ્રત્યે સહાનુભૂતિ રાખનાર ગણાવ્યા.

રાહુલે શું કહ્યુઃ

આજે પુલવામા આતંકવાદી હુમલાની પહેલી વરસી છે. ગયા વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-શ્રીનગર હાઈવે પર ફિયાદીન હુમલામાં 40 CRPF જવાન શહીદ થયા હતા. રાહુલ ગાંધીએ શહીદોને યાદ કરતા ત્રણ સવાલ પૂછ્યાં છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પૂછ્યું, આજે આપણે પુલવામા હુમલામાં શહીદ થયેલા 40 CRPF જવાનોને યાદ કરી રહ્યા છે. ચાલો પૂછીએ...1. હુમલાથી કોને સૌથી વધારે ફાયદો થયો? 2. હુમલાની તપાસમાં શું તારણ મળ્યું? 3. સુરક્ષામાં ચૂક માટે ભાજપા સરકારે કોણે જવાબદાર ગણાવ્યા, જેને કારણે હુમલો થયો.

BJPનો પલટવારઃ

ભારતીય જનતા પાર્ટીના નેતા GVL નપસિમ્હાએ ટ્વીટ કર્યું, જ્યારે દેશ પુલવામા શહીદોને યાદ કરી રહ્યા છે. લશ્કર અને જૈશ-એ-મોહમ્મદથી સહાનુભૂતિ દાખવવા માટે જાણીતા રાહુલ ગાંધીએ માત્ર સરકાર પર નહીં પણ સુરક્ષા દળો પર પણ નિશાનો સાધ્યો છે. રાહુલ ક્યારેય વાસ્તવિક દોષી પાકિસ્તાનને સવાલ નહીં કરે. શરમ કરો રાહુલ.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાને આજે 1 વર્ષ પુરૂ થયું છે અને દેશ શહીદ જવાનોને સલામ કરી રહ્યો છે. શુક્રવારે CRPFએ ટ્વીટ કરીને લખ્યું છે કે ' તુમ્હારે શોર્ય કે ગીત, કર્કશ શોર મેં ખોયે નહીં, ગર્વ ઇતના થા કી હમ દેર તક રોયે નહીં. આગળ લખ્યું  કે અમે ભૂલી ગયા નથી, અમે માફ કર્યા નથી. પુલવામામાં દેશ માટે જીવન આપનારા અમારા ભાઈઓને અમે સલામ કરીએ છીએ. અમે તેમના પરિવારો સાથે ઉભાં છીએ.

પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ પુલવામામાં CRPF પર હુમલો કર્યો હતો. એક વાહન બોમ્બથી સજ્જ થઇને આવ્યું અને CRPFના કાફલા સાથે અથડાયું હતું. ત્યારબાદ થયેલા વિસ્ફોટમાં 40 જવાનો શહીદ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp