ભાજપ નેતા કાંતિ અમૃતિયાએ કલેક્ટરને કહ્યુ- કામ કરવા નથીને ઠેકડા મારવા છે

PC: DainikBhaskar.com

ભાજપના એક નેતાએ કલેક્ટરની સાથે જાહેરમાં દબંગાઈ કરી હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. ભાજપના નેતા એક તરફ એવું કહી રહ્યા છે કે, ભારતીય જનતા પાર્ટી શિસ્ત બદ્ધ પાર્ટી છે અને બીજી તરફ ભાજપના નેતાઓ જ પોલીસ કે, પછી બીજા કોઈ સરકારી અધિકારી સાથે તોછડાઇ ભર્યું વર્તન કરતાં હોવાનું સામે આવે છે. ત્યારે આવું જ કૈંક મોરબીમાં સામે આવ્યું છે. મોરબીના ભાજપના નેતા કાંતિ અમૃતિયા જિલ્લા કલેક્ટરની સાથે તોછડાઈ ભર્યું વર્તન કર્યું હતું. ભાજપના દિગ્ગજ નેતાઓ IAS કક્ષાના અધિકારીનું માન જાળવાનું ભૂલી ગયા હતા.

રિપોર્ટ અનુસાર મોરબીમાં કોરોનાના કેસમાં વધારો થતો હોવાના કારણે મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ સરકારી હોસ્પિટલમાં સુવિધાની સમિક્ષા કરવા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓની સાથે મળીને હોસ્પિટલ પર પહોંચ્યા હતા. તે સમયે ભાજપના નેતા કાંતિ અમૃતિયા પણ તેમના કાર્યકર્તાઓની સાથે હોસ્પિટલ પર પહોંચ્યા હતા. કાંતિ અમૃતિયા પૂર્વ ધારાસભ્ય છે. હોસ્પિટલમાં કાંતિ અમૃતિયાની મુલાકાત જિલ્લા કલેક્ટર જે.બી. પટેલની સાથે થઈ હતી. જિલ્લા કલેક્ટરની સાથે વાતચીત દરમિયાન ભાજપના નેતા રોફ જમાવવા લાગ્યા હતા.

હો`સ્પિટલમાં ભાજપના નેતાએ કલેક્ટરની સાથે તોછડાઈ ભર્યું વર્તન કર્યું હોવાનું સામે આવ્યું હતું. હોસ્પિટલમાં ભાજપના નેતા કાંતિ અમૃતિયા અને કલેક્ટર વચ્ચે થયેલી વાતચીત નીચે પ્રમાણે છે.

કાંતિ અમૃતિયા: અમે હોસ્પિટલમાં સેવા માટે આવ્યા છીએ.

કલેક્ટર: અમે હોસ્પિટલમાં અમારા વહીવટી કામ માટે આવ્યા છીએ.

કાંતિ અમૃતિયા: વહીવટી કામની મે ક્યાં ના પાડી છે, મે તને ડિસ્ટર્બ કર્યો? કામ કરવા નથીને ઠેકડા મારવા છે. કોની સામે વાત કરો છો તમને ખબર છે? અમે અહિયાં સેવા કરવા માટે આવ્યા છીએ.

કલેક્ટર: સેવા કરો છો મને ખબર છે. મારી વાત સાંભળો કાંતિભાઈ.

કાંતિ અમૃતિયા: મર્યાદા રાખો તમે.

કલેક્ટર: પણ મે તમને કીધું શું?

કાંતિ અમૃતિયા: અમે તમને કામમાં હેલ્પ કરવા માટે આવ્યા છીએ.

કલેક્ટર: પણ પહેલા અમને અમારી વ્યવસ્થા જોઈ લેવા દો.

કાંતિ અમૃતિયા: તમારે 10-10 લાખ રૂપિયા પૈસા ખાવા છે. પૈસા ખાવા સિવાય કઈ કરવું નથી. મારી સામે ફિલોસોફી કરો છો. ઇ બોલે છે કોના સામે આને ખબર નથી કે, હું કોણ છુ.

આ પ્રકારે જ ભાજપના નેતા કાંતિ અમૃતિયા કલેક્ટરની સાથે તોછડાઈ ભર્યું વર્તન કરતા રહ્યા અને અંતે જિલ્લા કલેક્ટર ચૂપચાપ હોસ્પિટલના દાદરા ઉતરીને ચાલ્યા ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp