ભાજપના વરિષ્ઠ નેતાએ પાર્ટી નેતૃત્વને કહ્યું-‘ગુજરાતી ઠગ’, 6 વર્ષ માટે સસ્પેન્ડ

PC: indianexpress.com

ભારતીય જનતા પાર્ટીએ પોતાના એક વરિષ્ઠ નેતાને પાર્ટીમાંથી 6 વર્ષ માટે કાઢી મૂક્યા હતા. વાત છે ઉત્તર પ્રદેશની જ્યાં પાર્ટીના પૂર્વ પ્રવક્તા આઇ.પી.સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે, બે ગુજરાતી ઠગ હિન્દી હૃદય સ્થળ, હિન્દી ભાષીઓ પર કબજો કરીને તેમને પાંચ વર્ષથી મૂર્ખ બનાવી રહ્યા છે. આર.પી.સિંહે એવું પણ કહ્યું હતું કે, અમે પ્રધાનમંત્રી ચૂંટ્યા હતા કે પ્રચારમંત્રી? પોતાના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટથી દેશના PM ટી-શર્ટ અને ચાના કપ વેચતા શું સારા લાગે છે?

ભાજપ નેતૃત્વ પર સતત કેટલીય ટ્વીટ કરીને પાર્ટીના પૂર્વ પ્રવક્તાએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનું આઝમગઢથી ચૂંટણી લડવાના નિર્ણયનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે, મને ખુશી થશે કે મારું ઘર તમારું ચૂંટણી કાર્યાલય બને. ભારતીય જનતા પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલા એક સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે, આઇ.પી.સિંહને પાર્ટી અધ્યક્ષના નિર્દેશ પર 6 વર્ષ માટે પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તેમણે ભાજપના નેતૃત્વ વિરુદ્ધ કેટલીય ટ્વીટ કરી છે અને તેમણે પોતાના નામની આગળ ઉસુલદાર લગાવ્યું છે.

'2 Gujarati Thugs Have Been Fooling People', Says BJP Leader; Expelled

તેમણે શુક્રવારના રોજ પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે, હું ઉસુલદાર ક્ષત્રિય કુળથી છું. બે ગુજરાતી ઠગ હિન્દી હૃદય સ્થળ, હિન્દી ભાષીઓ પર કબજો કરીને પાંચ વર્ષથી મૂર્ખ બનાવી રહ્યા છે અને આપણે ચૂપ છીએ. આપું ઉત્તર પ્રદેશ ગુજરાતથી 6 ગણું મોટું અને અર્થવ્યવસ્થા પણ 5 લાખ કરોડની, જ્યારે ગુજરાતની 1 લાખ 15 હજાર કરોડ છે, આટલામાં તો શું ખાશે અને શું વિકાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp