ફંદા સાથે લટકતું મળ્યું BJP ધારાસભ્યનું શવ, પાર્ટીએ કહ્યુ- આ હત્યા છે

PC: opindia.com

પશ્ચિમ બંગાળમાં BJP અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે કોઈક ને કોઈક બાબતે વિવાદ સામે આવતો જ રહે છે. હવે સોમવારે સવારે પશ્ચિમ બંગાળના હેમતાબાદના BJP ધારાસભ્ય દેવેન્દ્ર નાથ રાયનું શવ રસ્તાના કિનારે એક દુકાન બહાર ફંદા પર લટકતું મળી આવ્યું હતું. BJPએ આ મામલે મમતા બેનર્જીની સરકાર પર હત્યાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે, દેવેન્દ્ર નાથ રાય પહેલા (CPM)ની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2019માં તેઓ BJPમાં જોડાઈ ગયા હતા. BJP ધારાસભ્ય દેવેન્દ્ર નાથ રાયની હત્યાના મામલે BJP નેતા કૈલાશ વિજયવર્ગીયએ મમતા સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે ટ્વીટર પર એક વીડિયો શેર કરીને લખ્યું કે, ‘નિંદનીય અને કાયરતાપૂર્ણ કૃત્ય! મમતા બેનર્જીના રાજમાં BJP નેતાઓની હત્યાનો દોર અટકી નથી રહ્યો. TMC છોડીને BJPમાં આવેલા હેમતાબાદના ધારાસભ્ય શ્રી દેવેન્દ્રનાથ રાયની હત્યા કરી દેવામાં આવી છે. તેમનું શવ ફાંસી પર લટકતું મળ્યું.’

કૈલાશ વિજયવર્ગીયએ સવાલ કર્યો કે, શું તેમનો ગુનો BJPમાં આવવાને લઈને હતો? તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ BJP અને TMC વચ્ચે પશ્ચિમ બંગાળમાં ટકરાવ જોવા મળ્યો હતો. લોકસભાની ચૂંટણી દરમિયાન પણ બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ અને સમર્થકો વચ્ચે ઘર્ષણની કેટલીક ઘટનાઓ સામે આવી હતી. લગભગ બે અઠવાડિયા પહેલા પશ્ચિમ બંગાળના પૂર્વી મિદનાપુરમાં BJP નેતા પવિત્રા દાસને ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. સારવાર દરમિયાન તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમના પર TMCના ગુંડાઓએ હુમલો કર્યો છે. આ અંગે BJPએ કહ્યું હતું કે, રાજ્યમાં પોલીસ અને TMCના ગુંડાઓ વચ્ચે મિલીભગત છે.

બીજીતરફ પશ્ચિમ બંગાળના BJP અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, ઉત્તર દિનાજપુરની રિઝર્વ સીટ હેમતાબદથી BJP ધારાસભ્ય દેવેન્દ્ર નાથ રાયનું શવ તેમના ગામના રસ્તાના કિનારે લટકતું મળ્યું. લોકોમાં આ બાબતે સ્પષ્ટ નિવેદન છે કે, તેમને પહેલા મારવામાં આવ્યા અને પછી લટકાવી દેવામાં આવ્યા. BJPના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિન્હાએ કહ્યું કે, કાવતરા હેઠળ BJP ધારાસભ્યની હત્યા કરી દેવામાં આવી છે અને આ ઘટનામાં પૂરી રીતે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ સામેલ છે. તેનું મુખ્ય કારણ છે, ઉત્તર બંગાળમાં જે રીતે BJPનો વિસ્તાર થઈ રહ્યો છે. તેમાં મમતા બેનર્જીની પાર્ટી પૂરી રીતે ભયભીત થઈ ગઈ છે. ઉત્તર દીનાજપુર જિલ્લાના હેમતાબાદમાં BJP ધારાસભ્ય દેવેન્દ્ર નાથ રાયની આજે સવારે હત્યા કરી દેવામાં આવી. આ હત્યાકાંડમાં તૃણમૂલ કોંગ્રેસ સામેલ છે. તેમની હત્યા કરીને આત્મહત્યાના રૂપે ગણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અમે હત્યાકાંડ માટે CBI તપાસની માંગ કરી રહ્યા છીએ. લોકોની અંદર ડર કાયમ કરવા માટે તૃણમૂલ કોંગ્રેસના અપરાધીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પાર્ટીએ આ ઘટનાની CBI તપાસ કરાવવાની માંગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp