BJPના ધારાસભ્યે જાણો કોને ગોળી મારવાની વાત કહી

PC: twitter.com

દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી રાખ્યો છે. ત્યારે લોકોને કોરોના સંક્રમણથી બચાવવા અનેક દેશોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. વિશ્વમાં અત્યાર સુધી 14 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે અને 80 હજારથી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે ભારતમાં જોવા જઈએ તો 5 હજારથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે અને 124 લોકોના મોત થઈ ચુક્યા છે. ભારતમાં નિઝામુદીન મરકતની ઘટના બાદ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એવામાં કર્ણાટકના BJPના ધારાસભ્યએ તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારાઓ બાબતે એક નિવેદન આપ્યું છે.

મંગળવારે, કર્ણાટકના BJPના એક ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે, દિલ્હીમાં તબલીગી જમાત કાર્યક્રમમાં સામેલ થનારા લોકોમાંથી કેટલાક, સરકારની અપીલ છતા જાણી જોઈને કોરોના વાયરસની તપાસ ન કરવાવા સંતાઈને બેઠા છે. એવા લોકોને ગોળી મારવી કંઈ ખોટું નહીં કહેવાય. મુખ્યમંત્રી યેદિયુરપ્પાના રાજનૈતિક સચિવ અને ધારાસભ્ય એમ. પી. રેણુકાચાર્યએ કહ્યું હતું કે, 'કેટલાક લોકોની ભૂલના કારણે આખા સમાજને દોષ આપવું ખોટું છે. એક વાત સાચી છે કે, વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ વારંવાર અપીલ કર્યા પછી પણ તેમાં કેટલાક લોકો જાણી જોઈને ધાર્મિક કારણોનું અનુસંધાન આપીને સંતાવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. દાવણગેરેમાં પત્રકારો સાથે વાત કરતા BJPના ધારાસભ્યએ કહ્યું હતું કે, એવું લાગે છે કે, તેઓ પોતે જ મરી રહ્યાં છે અને બીજાઓને પણ મારવા માંગે છે. જો તેમણે જમાતમાં ભાગ લઈને પાછા ફર્યા બાદ તરત જ ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવી હોત તો કોઈ સમસ્યા ન થતે. એ દરમિયાન મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સોમવારે મુસ્લિમ સમુદાયને દોષી ગણાવનારા લોકો વિરુદ્વ કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp