શું બંગાળમાં ચૂંટણી પહેલા જ ભાજપ સરકાર પાડી દેશે? જાણો સાંસદે શું કહ્યું

PC: thestatesman.com

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ સૌમિત્ર ખાને તૃણમૂલ કોંગ્રેસમાં અસંતોષના સ્પષ્ટ અવાજ વચ્ચે રવિવારે  દાવો કર્યો હતો કે રાજ્યપાલ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવા માટે જલ્દી જ કહી શકે છે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસે કહ્યું હતું કે ભગવા બ્રિગેડના નેતાઓના મનમાં લોકતંત્ર માટે કોઈ સન્માન નથી. ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ સૌમિત્ર ખાને જલપાઈગુડીમાં એક કાર્યક્રમની અંદર કહ્યું હતું કે સત્તાધારી પાર્ટીમાં હાલમાં ઉથલ-પાથલ અને અસંતોષના કારણે એ પ્રશ્ન સામે આવી ગયો છે કે શું વિધાનસભામાં પાર્ટીને જરૂરી સંખ્યામાં ધારાસભ્યોનું સમર્થન મળશે કે નહીં?

સૌમિત્ર ખાને કહ્યું હતું કે, ધારાસભ્યો જે પ્રકારે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને તૃણમૂલ છોડી રહ્યા છે. તેને જોતાં રાજ્યપાલ મુખ્યમંત્રીને જલ્દી જ બહુમતી સાબિત કરવા માટે કહી શકે, તેવી સંભાવના છે. મમતા બેનર્જીના મંત્રીમંડળના કેટલાક મંત્રી BJPમા સામેલ થવા માટે તૈયાર છે. તૃણમૂલના સાંસદ સૌગત રાયે સૌમિત્ર ખાનના નિવેદન પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, તેમના જેવા BJP નેતાઓ સંવિધાન અને તેના પ્રાવધાનોની બાબતે કંઈ જ જાણતા નથી.

પહેલી વાત તો એ છે કે સૌમિત્ર ખાનને એ કઈ રીતે ખબર પડી કે રાજ્યપાલ આ પ્રકારનું અસંવૈધાનિક પગલું ઉઠાવશે. ચૂંટવામાં આવેલી સરકાર સાથે આ રીતે વ્યવહાર નહીં કરી શકાય અને ધારાસભ્યોનું બહુમત મુખ્યમંત્રી સાથે છે. તૃણમૂલ પાસે વિધાનસભામાં 218 ધારાસભ્યોનું સમર્થન છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ શુભેન્દુ અધિકારી સહિત કેટલાક તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ પાર્ટીને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો. પાર્ટી હાઈકમાનથી નિરાશ શુભેન્દુ અધિકારીએ શુક્રવારે રાજ્યના પરિવહન મંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. BJP પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું હતું કે, તૃણમૂલમાં શુભેન્દુ અધિકારીને કાઢવાનું સાહસ જ નથી, કેમકે પાર્ટીને ડર છે કે તે જલ્દી જ લુપ્ત થઈ શકે છે. દિ લીપ ઘોષે આરોપ લગાવતા કહ્યું હતું કે, સત્તાધારી પાર્ટીના નેતા પોતાના ઘરો અને કાર્યાલયોમાંથી ક્યારેય બહાર નીકળ્યા નથી અને હવે તેઓ વર્ષ 2021 વિધાનસભાની ચૂંટણી પહેલા જમીની હકીકત જાણવા માટે મજબૂર છે. પશ્વિમ બંગાળની 292 સભ્યોવાળી વિધાનસભા માટેની ચૂંટણી આવતા વર્ષે એપ્રિલ-મે મહિનામા થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp