26th January selfie contest

CM-DyCMના નેતૃત્વમાં ગુજરાત સર્વાંગી વિકાસના પથ પર અગ્રેસર: સી.આર.પાટીલ

PC: khabarchhe.com

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 'નીતિ આયોગ' દ્વારા જાહેર કરાયેલા 'એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સ-2020'માં ગુજરાતની રાજ્યની ભાજપા સરકારની નિર્ણાયક કાર્યપ્રણાલીના ફળસ્વરૂપ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ હાંસલ કરવા બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાત સર્વાંગી વિકાસના પથ પર અગ્રેસર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના મજબૂત અને નિર્ણાયક નેતૃત્વથી આજે 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' ક્ષેત્રે વિવિધ નીતિગત નિર્ણયો લેવાઈ રહ્યા છે અને તેના સકારાત્મક પરિણામ પણ દેખાઈ રહ્યા છે.આજની આ જાહેરાતથી ગુજરાતની સિધ્ધિઓમાં એક નવો ઉમેરો થયો છે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યક્તિની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કાયદાકીય પગલાં લેવા આજરોજ રાજ્યની કેબિનેટ દ્વારા 'ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ(પ્રોહીબિશન) એકટ-2020'ને મંજૂરી આપવાના કરેલ ઐતિહાસિક નિર્ણયને હું આવકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સમગ્ર કેબિનેટને અભિનંદન પાઠવું છું.

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, 'ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ(પ્રોહીબિશન) એકટ-2020' અમલી બનવાથી રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરી રાજ્ય સરકારની માલિકીની કે સ્થાનિક સત્તા મંડળની માલિકીની, ખાનગી માલિકીની જમીનો બળજબરીથી, ગુનાહિત ધાક-ધમકીથી કે છેતરપીંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરી પડાવવાની ઘટનાઓમાં ગુનેગારોને 10થી 14 વર્ષ સુધીની જેલ અને જમીનની જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ ભરવાની કડક સજાની જોગવાઈઓનાં કારણે ચોક્કસપણેથી અંકુશમાં આવશે. આ ઐતિહાસિક નિર્ણય ગુજરાતના સર્વાંગી વિકાસમાં સીમાચિહ્નનરૂપ બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp