ભાજપના સિનિયર મહિલા નેતાની કારના ટાયર ચોરી કરી નીચે ઇંટો મૂકી ગયા તસ્કરો

PC: aajtak.in

ચોરીની ઘટનાઓ વિશે આપણે સાંભળતા જ હોઈએ છીએ કે આ જગ્યાએ રાત્રે ઘરેણાંની ચોરી થઈ, આટલા પૈસા ચોરી થઈ ગયા, બેન્કમાં કે બેન્કના ATMમાં ચોરી થઈ, ફલાણી જગ્યાએ ધોળા દિવસે ચોરોએ ચોરીને અંજામ આપ્યો વગેરે વગેરે. ચોરી કરનારાઓમાં કેટલાક વાહન ચોર પણ હોય છે અને તેઓ વાહન ચોરી કરીને વાહન તસ્કરી કરતાં હોય છે. તો કેટલીકવાર આવી ઘટનાઓ રમુજ બની જાય છે. ચોરી એ કોઈ સામાન્ય કે રમુજ વસ્તુ નથી, પરંતુ ક્યારેક ચોર એવી વસ્તુ લઈ જાય કે જેનાથી આપણે આપણી જાતને હસતાં રોકી શકતા નથી. કાર, ટૂ-વ્હીલર, ફોર-વ્હીલર ચોરી લઈ જાય એ વાત આપણે માન્યા કે હા ચોરી ગયા, પણ ઉત્તર પ્રદેશમાં BJP નેતાની કાર નહીં પણ કારના પૈડાં ચોરી લઈ ગયા છે. 

ઉત્તર પ્રદેશના અલીગઢની આ હેરાન કરી દે તેવી ઘટના છે. અહીં BJP નેતા અને મહિલા આયોગની સભ્ય મીના કુમારીની સરકારી કારના પૈડાં કેટલાક અજાણ્યા ચોર ચોરીને લઈ ગયા. BJP નેતા દ્વારા પોલીસમાં આપવામાં આવેલી જાણકારી મુજબ, તેમની ઈનોવા કાર બહાર ઊભી હતી. આટલું જ નહીં ચોરોએ ટાયર ખોલીને કારને ઈંટ પર ઊભી કરીને ત્યારથી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થયા બાદ પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે. પોલીસ ગલીમાં લાગેલા CCTV  કેમેરાની ફૂટેજની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે આ ઘટના ક્વારસી પોલીસ સ્ટેશન વિસ્તારના જ્ઞાન સરોવર કોલોનીની ઘટના છે.

કોલોનીમાં BJPની વરિષ્ઠ નેતા મીના કુમારીનું આવાસ આવેલું છે. મીના કુમારી BJP નેતા અને રાજ્ય મહિલા આયોગની સભ્ય છે. તે મોડી રાતે લગ્ન સમારોહમાંથી ઘરે પહોંચી હતી અને તેણે પોતાની ઈનોવા કાર ઘર બહાર પાર્કિંગ કરી દીધી અને પોતાના ઘરમાં જઈને સૂઈ ગઈ. સવારે જઈને જોયું તો ઈનોવા કારનું એક પૈડું ગાયબ હતું અને કાર ઈંટો પર ઊભી હતી. તાત્કાલિક BJP નેતાને આ બાબતની જાણકારી ક્વારસી પોલીસ સ્ટેશનના અધ્યક્ષ છોટેલાલને આપી. ત્યારબાદ ગલીમાં લાગેલા CCTV કેમરાઓની ફૂટેજ શોધવાની શરૂ કરી દેવામાં આવી. આરોપીઓને શોધવા અંગે પોલીસ સ્ટેશનના અધ્યક્ષે કહ્યું હતું કે, જલ્દી જ આરોપીઓની ધરપકડ થશે. પોલીસે BJP નેતાની ફરિયાદના આધારે કેસ દાખલ કરી લીધો છે અને આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp