તામિલનાડુના પૂર્વ ડેપ્યુટી CM પન્નીરસેલ્વમ પર બોટલો ફેંકાઇ

PC: anandabazar.com

તામિલનાડુમાં અન્નાડીએમકેની સામાન્ય પરિષદની બેઠકમાં આજે પાર્ટીના સમન્વયક અને પૂર્વ ડેપ્યુટી સીએમ ઓ પન્નીરસેલ્વમ પર બોટલો ફેંકવામાં આવી. બેઠક ચેન્નાઇમાં વનગરમના શ્રીવારુ વેંકટચલપતિ પેલેમાં થઇ રહી છે. જ્યારે પન્નીરસેલ્વમ પર બોટલ ફેંકવામાં આવી તો તેઓ બેઠક અધવચ્ચે જ છોડીને બહાર નીકળી ગયા. અન્નામદ્રમુકની સામાન્ય પરિષદની બેઠકમાં ગુરુવારે હંગામા દરમિયાન દરેક 23 પ્રસ્તાવ ખારિજ કરવામાં આવ્યા અને ઘોષણા કરવામાં આવી કે, પરિષદના સભ્યોની એકમાત્ર માગણી સંયુક્ત સમન્વય ઇ.કે. પલાનીસ્વામીના પક્ષમાં પાર્ટી માટે એકલ નેતૃત્વ પ્રણાલી જારી કરવાની છે.

આ દરમિયાન પાર્ટીના સંયોજક પન્નીરસેલ્વમ જ્યારે મંચ પર જઇ રહ્યા હતાં, ત્યારે તેમની નજીક એક બોટલ આવીને પડી. બોટલ પન્નીરસેલ્વમ પર જ પડવાની હતી, પણ તેમના ખાનગી સુરક્ષા અધિકારીએ તેમને બચાવી લીધા હતાં. મંચ પરથી ઉતરીને જ્યારે તેઓ એક્ઝીટ ગેટની તરફ જઇ રહ્યાં હતાં ત્યારે એક વધુ બોટલ તેમની પાસે પડી. બેઠકના સમયે પન્નીરસેલ્વમ અને પલાનીસ્વામી સમર્થકો વચ્ચે જબરદસ્ત નારેબાજી જોવા મળી. બંને નેતાઓના સમર્થન વચ્ચે જોરદાર વિવાદો થયા અને બંને પક્ષોએ પોતાના નેતાઓનું પુર્ણ સમર્થન કર્યું. પન્નીરસેલ્વમ અને પલાનીસ્વામી જ્યારે બેઠક સ્થળ પર પહોંચ્યા તો બંનેના સમર્થકોએ તેમનું સ્વાગત કરતા નારેબાજી કરી.

બીજી તરફ, દ્રમુકના અધ્યક્ષ તથા તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલીનના એક કાર્યક્રમને સંબોધિત કરતા અન્નાદ્રમુકમાં ચાલી રહેલી આંતરિક લડાઇનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, જે તેમની પાર્ટીને ખતમ કરવા માગતા હતા, તે હવે પોતાના જ પતન તરફ આગળ વધી રહ્યા છે. આ પહેલા બેઠક દરમિયાન દરેક 23 પ્રસ્તાવોને નકારી કાઢવામાં આવ્યા અને ઘોષણા કરવામાં આવી કે, પરિષદના સભ્યોની એકમાત્ર માગણી સંયુક્ત સમન્વયક ઇ.કે. પલાનીસ્વામીના પક્ષમાં પાર્ટી માટે એકલ નેતૃત્વ વ્યવસ્થા રજૂ કરવાની છે. બેઠક શરૂ થતા જ પહેલાથી નક્કી પ્રસ્તાવોને પસાર કરવાની પ્રક્રિયા શરૂ થઇ. તેમાંથી પહેલો પ્રસ્તાવ પાર્ટી સમન્વયક ઓ પન્નીરસેલ્વમે જ્યારે બીજા પલાનીસ્વામીએ જાહેર કર્યો. પલાનીસ્વામીએ સંક્ષિપ્ત સંબોધનમાં પન્નીરસેલ્વમને પોતાના ભાઇ તરીકે ગણાવ્યા.

હાલમાં રાજ્યસભા સભ્ય નિર્વાચિત થયેલા વરિષ્ઠ નેતા સી.વી. ષણમુગમે ઘોષણા કરી કે, સામાન્ય પરિષદ દરેક પ્રસ્તાવોને નકારે છે. તેમણે પલાનીસ્વામીના પક્ષમાં અન્નાદ્રમુક માટે એકલ નેતૃત્વની જરૂરરિયાત પર વાત કરી છે. ષણમુગમે કહ્યું કે, પરિષદના લગભગ વધુ પડતા સભ્યોએ પલાનીસ્વામીનું સમર્થન કર્યું છે. પાર્ટીના ઉપસચિવ કે.પી. મુનુસામીએ કહ્યું કે, પરિષદના સભ્યોએ દરેક 23 પ્રસ્તાવોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, ‘તેમની એકમાત્ર માગણી ફક્ત એકલ નેતૃત્વ માટે છે.’ જે દિવસે એકલ નેતૃત્વ પ્રસ્તાવ જારી કરીને તેને પસાર કરવામાં આવશે, તે જ દિવસે અન્ય દરેક પ્રસ્તાવોને પણ મંજૂરી આપવામાં આવશે. જ્યારે, પન્નીરસેલ્વમ, પરિષદ સભ્યોના એકલ નેતૃત્વનિ માગણી પર અડી રહેવા અને પોતાના પ્રતિદ્વંદ્વી પલાનીસ્વામીના પક્ષ લીધા બાદ બેઠક છોડીને ચાલ્યા ગયા. પલાનીસ્વામીના સમર્થકોએ જેવો એક સજાવેલો તાજ, એક તલવાર અને રાજદંડ ભેટ કર્યો, પન્નીરસેલ્વમ અને અન્નાદ્રમુક ઉપસચિવ વૈથીલિંગમ સહિત તેમના સમર્થક બેઠકમાંથી ચાલ્યા ગયા. પરિષદની બેઠક 40 મિનીટ સુધી ચાલી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp