આ 3 રાજ્યોમાંથી BJP પાસેથી સત્તા છીનવાઈ શકે છે, રાહુલ ગાંધી આ સરવેથી ખુશ થઈ જશે

PC: twitter.com/INCIndia

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આગામી ચૂંટણીને લઈને સી-વોટર અને એબીપી ન્યૂઝ તરફથી એક સરવે કરાવવામાં આવ્યો હતો, જે BJPની મુશ્કેલી વધારી શકે છે. આ સરવે મુજબ ત્રણેય રાજ્યોમાં BJPની સત્તા છીનવાઈ શકે છે. આ સાથે જ આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ પૂર્ણ બહુમત સાથે વાપસી કરશે, તેવું આંકડા દર્શાવે છે.

સરવે મુજબ 200 સીટોવાળી રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસના ખાતામાં 130 સીટ આવી શકે છે, જ્યારે BJP 57 સીટ પર સીમિત રહી જશે. વર્ષ 2013ના વિધાનસભા ચૂંટણીમાં BJPને રાજસ્થાનમાં 163 સીટો મળી હતી, ત્યારે કોંગ્રેસને ફક્ત 21 સીટો મળી હતી. ગઈ ચૂંટણીની સરખામણીએ આ વખતે રાજસ્થાનમાં કોંગ્રેસના વોટ શેરમાં પણ મોટો વધારો થાય તેવી શક્યતા છે.

મધ્ય પ્રદેશની વાત કરીએ તો કોંગ્રેસ અહિયાં પણ પોતાનો કબજો જમાવશે. 230 સીટોવાળી મધ્ય પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના ખાતામાં 117 જ્યારે BJPને 106 સીટો જ મળે તેવું સરવે કહે છે. 90 સીટોવાળી છત્તીસગઢ વિધાનસભા પર પણ કોંગ્રેસ કબજો કરે તેવી શક્યતા છે. સરવે મુજબ કોંગ્રેસને છત્તીસગઢમાં 54 સીટો મળી શકે છે, જ્યારે BJPને 33 સીટો જ મળે તેવું કહેવાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp