મોદી લહેર વચ્ચે પણ પોતાના કિલ્લાને સાચવી ગયા આ કોંગ્રેસી નેતા

PC: twitter.com/AmitShah

લોકસભા ચૂંટણી 2019નું પરિણામ ભલે BJP અને NDA ના પક્ષમાં રહ્યું હોય પરંતુ કોંગ્રેસના એક મુખ્યમંત્રી એવા પણ હતા જે આટલી ભયંકર મોદી લહેર વચ્ચે પણ પોતાના કિલ્લાને બચાવી લેવામાં સફળ રહ્યાં હતા. વાત થાય છે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની જે 2014માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ એવા અરૂણ જેટલીને અમૃતસર બેઠક પર હાર આપી હતી.

બાકી રાજ્યોની તુલનામાં કેપ્ટન અમરિન્દર સિંહે પંજાબમાં NDA ના વિજયરથને અટકાવ્યો હતો. પંજાબમાં કોંગ્રેસે આ વખતે સારી સફળતા મળી છે. આ જીતથી કેપ્ટન અમરિન્દર સિંહનું કોંગ્રેસમાં કદ વધ્યું છે. ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિન્દર સિંહની આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વખાણ કરી ચૂક્યાં છે. આ લોકસભા ચૂંટણીમાં કેપ્ટન અમરિન્દર સિંહ એકમાત્ર કોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યાં જેમને પોતાના રાજ્યમાં મોદી લહેરને અટકાવી છે અને પોતાના રાજ્યમાં કોંગ્રેસને મોટી સફળતા અપાવી છે.

કેપ્ટનના નેતૃત્વમાં પંજાબમાં કોંગ્રેસને 13માંથી 8માં શાનદાર વિજય હાંસલ થયો છે, પરંતુ અન્ય ત્રણ રાજ્ય છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસનો રકાસ થયો છે. છત્તીસગઢની 11 બેઠકોમાં થી કોંગ્રેસને 2, મધ્યપ્રદેશની 29 બેઠકોમાંથી 1 અને રાજસ્થાનમાં તો કોંગ્રેસ ખાતું પણ ખોલી શકી ન હતી.

2014માં મોદી લહેર શરૂ થયા બાદ કેપ્ટન અમરિન્દર સિંહે પહેલા તો વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સત્તા સ્થાને પહોંચાડી હતી અને ત્યાં પોતાના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. આ પહેલા 2014માં પણ કોંગ્રેસને ત્રણ બેઠકો પર જીત અપાવવામાં અમરિન્દર સિંહે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp