જોશી-અડવાણીની ટિકિટ કપાવા પર કેજરીવાલે જાણો શું કહ્યું

PC: khabarindiatv.com

ભારતીય જનતા પાર્ટીએ આ લોકસભા ચૂંટણીમાં ખૂબ ધ્યાનથી ટિકિટ આપી રહી છે, જેને કારણે ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ નારાજ થઇ ગયા છે. જેમાં લાલકૃષ્ણ અડવાણી બાદ હવે મુરલી મનોહર જોશીનો પણ સમાવેશ થાય છે. મુરલી મનોહર જોશીનું પણ લોકસભા ચૂંટણીમાંથી પત્તુ કાપી નાખવામાં આવ્યું છે, આને લઇને વિપક્ષને મજા પડી ગઇ છે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તો ત્યાં સુધી કહી દીધું કે આ હિન્દૂ સંસ્કૃતિ વિરુદ્ધ છે.

CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, મોદીજીએ જે રીતે પોતાના વડીલો-અડવાણીજી અને મુરલી મનોહરજીનું અપમાન કર્યું છે, તે હિન્દૂ સંસ્કૃતિની તદ્દન વિરુદ્ધ છે. હિન્દૂ ધર્મમાં આપણને આપણા વડીલોનું સન્માન કરવાનું શીખવવામાં આવ્યું છે.

તેમણે બીજી ટ્વીટ કરીને કહ્યું હતું કે, જેમણે ઘર બનાવ્યું તે જ વડીલોને ઘરથી કાઢી નાખ્યા? જે પોતાના વડીલોનું ન થઇ શકે તે કોનું થશે? શું આ જ ભારતીય સભ્યતા છે? હિન્દૂ સંસ્કૃતિ તો આ નથી કહેતી કે વડીલોનું અપમાન કરો. દેશના લોકોમાં ચર્ચા છે કે, મોદીજી અડવાણી, જોશી અને સુષમા સ્વરાજનું અપમાન કેમ કરી રહ્યા છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp