CM યોગીની પ્રિયંકા ગાંધીને ચેતવણીઃ સંન્યાસીના યજ્ઞમાં જે ભંગ નાખશે તેને...

PC: prameyanews.com

ઉત્તર પ્રદેશમાં ભગવા પર રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાનો સાધ્યો અને કહ્યું કે, તેમણે બદલો લેવાની વાત કહી હતી એટલે પોલીસ સામાન્ય લોકો સામે બદલો લઈ રહી છે. પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, યોગી ભગવો નહીં પરંતુ તેના ધર્મને ધારણ કરે, જે કરૂણા શીખવે છે. ત્યારબાદ મુખ્યમંત્રી તરફથી પણ જવાબ આવ્યો છે. CM ઓફિસે ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બધું જ ત્યાગીને ભગવા લોક સેવા માટે ધારણ કર્યું છે.

તેઓ માત્ર ભગવો ધારણ કરે છે તેવું નથી, પરંતુ સાથે તેનું પ્રતિનિધિત્વ પણ કરે છે. ભગવા વેશભૂષા લોક કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણ માટે છે અને યોગીજી તે પથના પથિક છે. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે, સંન્યાન્સીની લોક સેવા અને જન કલ્યાણના નિરંતર ચાલી રહેલા યજ્ઞમાં જે બાધા ઉત્પન્ન કરશે તેને દંડિત થવું પડશે.

બીજા ટ્વિટમાં તેમણે લખ્યું, સંન્યાસીની લોક સેવા અને જન કલ્યાણના નિરંતર ચાલી રહેલા યજ્ઞમાં જે પણ મુશ્કેલીઓ ઉત્પન્ન કરશે તેને દંડ આપવામાં આવશે. વારસામાં રાજકારણ મેળવનારા અને દેશને ભૂલીને તુષ્ટિકરણનું રાજકારણ કરનારાઓ લોક સેવાનો અર્થ કેવી રીતે સમજશે?

આ પહેલા યુપીના ડેપ્યૂટી CM દિનેશ શર્માએ મોરચો સંભાળ્યો. યુપીના ડેપ્યૂટી CM નિદેશ શર્માએ પ્રિયંકા ગાંધી પર પલટવાર કરતા તેમણે આ સમગ્ર મામલાને વોટબેંકનો મામલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીની પરંપરા રહી છે કે, નિયમોને ના માનવા. તેમજ મીડિયામાં કઈ રીતે ચર્ચામાં રહેવું તેને માટે કોંગ્રેસ પાર્ટી હંમેશાં જ નિયમોને નેવે મુકી દે છે. કોંગ્રેસ પાર્ટી દેશને વિકાસ ના આપી શકે. કોંગ્રેસને એ નથી ખબર કે ભગવો શું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસનું વલણ ખોટું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp