પ્રિયંકા ગાંધીને બનાવો કોંગ્રેસ અધ્યક્ષ, કોંગ્રેસ આસામનાં સાંસદની માગ

PC: indiatoday.in

કોંગ્રેસના લોકસભા સભ્ય અબ્દુલ ખાલિકે બુધવારે પ્રિયંકા ગાંધી વાડ્રાને પાર્ટી અધ્યક્ષની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવાની માગ ઉઠાવી અને કહ્યું કે, તે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર રહેશે. આસામના બારપેટા લોકસભા સીટથી સાંસદ ખાલિકે ટ્વીટ કર્યું કે, રાહુલ ગાંધીજી ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બનવાની ના પાડી રહ્યા છે, તો હું પ્રિયંકા ગાંધીને સર્વશ્રેષ્ઠ ઉમેદવાર માનું છું. ભારતીય પરંપરા અનુસાર, વાડ્રા પરિવારની સભ્ય હોવાના કારણે હવે તે ગાંધી પરિવારની સભ્ય નથી રહી.

ત્યારબાદ તેમણે સમાચાર એજન્સી ભાષાને જણાવ્યું કે, કોંગ્રેસના એક કાર્યકર્તાના રૂપમાં આ મારી ભાવના છે. અમારી પાર્ટીના અધ્યક્ષ કોણ રહેશે? તે કાર્યકર્તા નક્કી કરશે. કોઈ બીજો નક્કી ન કરી શકે. કાર્યકર્તાઓની ભાવના છે કે, જો રાહુલજી અધ્યક્ષ નથી બની રહ્યા, તો પ્રિયંકાજી બને.

ગત દિવસોમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાહુલ ગાંધીના હવાલાથી કહ્યું કે, તે અને ગાંધી પરિવાર કોઈ સભ્ય અધ્યક્ષ પદની ચૂંટણી લડશે નહીં. રાજસ્થાનના ઘટનાક્રમ પછી ગેહલોતની ચૂંટણી લડવા પર શંકા બનેલી છે. જો કે, પાર્ટી સાંસદ શશી થરૂર 30 સપ્ટેમ્બરે નોમિનેશન ફોર્મ ભરશે, કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે જાહેર કાર્યક્રમ અનુસાર, અધિસૂચના 22 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવી અને નોમિનેશન ફોર્મ દાખલ કરવાની પ્રક્રિયા 24 થી શરૂ થઇ, જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે.

આવી છે પ્રક્રિયા

નોમિનેશન ફોર્મને રિટર્ન લેવાની અંતિમ તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવાર રહેતા 17 ઓક્ટોબરે વોટિંગ થશે અને પરિણામ 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. ચૂંટણીને લઈને કોંગ્રેસમાં હંગામો મચ્યો છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ દ્વારા પણ અધ્યક્ષની ચૂંટણી માટે ફોર્મ ભરવાની વાત કહેવામાં આવી રહી છે. આના પહેલા કોંગ્રેસ સંસદ શશી થરૂર પણ નોમિનેશન દાખલ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે 30 સપ્ટેમ્બરે નોમિનેશન દાખલ કરતા પહેલા બુધવારે એક શાયરીના માધ્યમથી પરોક્ષ રૂપથી આ દાવો કર્યો છે, તેમની ઉમેદવારીના સમર્થનની સીમા વધતી જ જઈ રહી છે. તેમણે ટ્વીટમાં કર્યું કે, મેં અકેલા હી ચલા થા જાનિબ-એ-મંઝીલ, મગર લોગ સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા. આ પંક્તિઓ ફેમસ શાયર અને ગીતકાર મઝરૂહ સુલ્તાનપુરીની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp