લોકસભા ચૂંટણી: કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની મહેસાણા બેઠક, જાણો કેમ?

PC: Ndtv.com

લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે તમામ પાર્ટીઓ પોતાની રીતે તૈયારીઓ આરંભી દીધી છે. આ માટે તમામ પક્ષના ઉમેદવારો પોત-પોતાની દાવેદારી નોંધાવવા માટે પાર્ટી હાઈકમાન્ડનું નાક દબાવતા જોવા મળી રહ્યાં છે. વાત કરીએ ગુજરાતની મહેસાણા બેઠકની. તો આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ અહીં આ વખતે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી અંગે મૂંઝવણ અનુભવતી જોવા મળી રહી છે.

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી 32 લોકોએ દાવેદારી નોંધવતા કોંગ્રેસની મુશ્કેલી વધી છે. મહેસાણા બેઠક પર પાટીદાર અને ઠાકોર સમાજનું પ્રભુત્વ છે, ત્યારે આ બેઠક પર ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ અને કોંગ્રેસ નેતા વંદના પટેલ પણ ટિકિટ માટેના દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

મહેસાણા બેઠક વડાપ્રધાન મોદીનું હોમ ટાઉન હોવાથી આ બેઠકનું મહત્વ અનેકગણું વધી જાય છે. એક સમય હતો, જ્યારે કોંગ્રેસને આ બેઠક પર ઉમેદવારો શોધવા જવું પડતું હતું. જોકે ગુજરાતના પાટીદાર આંદોલનને કારણે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભલે બહુમતી મેળવી હોય, પરંતુ તેનું પ્રદર્શન નબળુ રહ્યું હતું. વળી તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતા ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી છે. આથી કોંગ્રેસના કાર્યકરોમાં પણ નવા પ્રાણ ફૂંકાયા છે.

આ બેઠક પર ટિકિટ વાંચ્છુક 2 મહિલા ઉમેદવારો છે, જે પાટીદાર સમાજમાંથી આવે છે. વળી આશાબેન પટેલ વર્તમાન ધારાસભ્ય છે, જ્યારે વંદનાબેન 2014ની લોકસભા ચૂંટણીમાં ‘આપ’ તરફથી લડી ચૂક્યા હતા. જો કે તેમા તેમની હાર થઈ હતી. રાજકિય સમીકરણની રીતે જોવામાં આવે તો, આ બેઠક પર દર વખતે બે પાટીદાર ઉમેદવારો વચ્ચેની જંગ જામે છે. જેમાં વિજય મેળવવા માટે ઠાકોર સમાજ મોટું ફેક્ટર ગણાય છે.

વળી આ વખતે 14 જેટલા ઠાકોર ઉમેદવારો પણ ટિકિટ માટે લાઈનમાં ઉભા છે. આ ઉપરાંત ઠાકોર સમાજ કોંગ્રેસના પરંપરાગત મતદાતા હોવાથી, કોંગ્રેસ સમજી વિચારીને આગળ વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp