કોંગ્રેસના નેતા ભરતસિંહની તબિયત લથડી રાત્રે વડોદરાથી સારવાર અર્થે અમદાવાદ લવાયા

PC: wikimedia.org

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી છેલ્લા સાત દિવસથી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે. તેવામાં વડોદરાની હોસ્પિટલમાં તેમની તબિયત લથડતા તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

રિપોર્ટ અનુસાર કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો સાત દિવસ પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે વડોદરાના માંજલપુર વિસ્તારની બેંકર્સ હાર્ટ સુપરસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ગત રાત્રીના રોજ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત લથડતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત લથડતા હાલ ભરતસિંહ સોલંકી ઇન્ટરમીટર હાઈફલો ઓન ઓક્સિજન થેરાપી પર છે. રાજ્યસભાની ચૂંટણી બાદ ભરતસિંહ સોલંકીને કોરોનાના લક્ષણો દેખાતા તેમને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આ બાબતે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું. રાજ્યમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા 3 દિવસથી પ્રતિદિન 600થી વધારે કોરોનાના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યાં છે. આ ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યની અંદર કોરોનાના નવા 626 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોનાના કારણે 19 દર્દીના મોત થયા છે, તો 440 દર્દીઓ સારવાર લઇને સ્વસ્થ્ય થઈને તેમના ઘરે ગયા છે.

મહત્ત્વની વાત છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના ઉમેદવાર હોવાના કારણે તેઓ કોંગ્રેસના ઘણા નેતા કાર્યકર્તા, ધારાસભ્યો અને મીડિયાકર્મીઓને પણ મળ્યા હતા. ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા શક્તિસિંહ ગોહિલ દિલ્હીમાં ક્વોરેન્ટાઇન થયા હતા. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને મુખ્ય ચૂંટણી અધિકારી પણ ક્વોરેન્ટાઇન થયા હતા. ત્યારબાદ અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ત્યારબાદ કોંગ્રસના નેતા મૌલિક વૈષ્ણવનો કોરોનાનો ટેસ્ટ કરતા પહેલા રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. બીજી વખત ટેસ્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાને કોરોનાના લક્ષણો જણાતા તેમને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને તેમનો પણ રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. તેથી તેઓને સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp