કોંગ્રેસના ધારાસભ્યનો દાવો, સરકાર બદલવા માટે મંત્રી પદની ઓફર મળી

PC: google.com

ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર પાડવાના કાવતરામાં ત્રણ લોકોની ધરપકડ કરવાની ઘટના જોર પકડતી જઈ રહી છે. અત્યાર સુધી તો માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP) અને JMM વચ્ચે આરોપ પ્રત્યારોપની રમત ચાલી રહ્યા હતા, પરંતુ હવે એક કોંગ્રેસના ધારાસભ્યએ સ્વીકાર કર્યો છે કે તેમને સરકાર બદલવા માટે મંત્રી પદની ઓફર મળી હતી. મોટી રકમની વાત થઈ હતી. આ મોટો ખુલાસો કરનારા કોલેબિરાની સીટ પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય વિક્સલ કોંગડીએ કર્યો છે.

તેમણે કહ્યું કે મને પણ સરકાર બદલવાને લઈને મંત્રી પદની ઓફર મળી હતી. સાથે જ મોટી રકમ આપવાની વાત થઈ હતી. રાંચી અને કોલેબિરા આવાસમાં આ વાત થઈ છે. ધારાસભ્ય તરફથી એ જણાવવામાં આવ્યું છે કે BJPના લોકોએ તેમનો સંપર્ક સાધ્યો હતો. જોર આપીને કહ્યું કે એ સમય ઘટનાસ્થળે આરોપી અમિત સિંહ (જેમની પોલીસે હૉટલમાંથી ધરપકડ કરી) ઉપસ્થિત નહોતા. તો પોલીસે વધુ જે બે લોકોની ધરપકડ કરી છે તેમની પણ વિક્સલ કોંગડી સાથે કોઈ વાત થઈ નહોતી. એવામાં પોલીસે જેમની ધરપકડ કરી છે તેમને કોંગ્રેસના ધારાસભ્યએ ક્લીનચિટ આપી દીધી છે.

અત્યાર માટે કોંગ્રેસના ધારાસભ્ય વિક્સલ કોંગડી તરફથી આ જાણકારી ઝારખંડ કોંગ્રેસના પ્રભારી RPN સિંહને આપી દેવાના આવી છે. હવે કોંગ્રેસ આ બાબતે શું કાર્યવાહી કરે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. આમ આ બાબતે BJP પર સતત સવાલ ઊભા કરવામાં આવી રહ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યએ આ ખુલાસો કર્યો છે તો શનિવારે JMM તરફથી પણ BJP પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. એવામાં હવે BJP પણ આ આરોપો પર જડબાતોડ જવાબ આપી રહી છે.

રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને BJPના નેતા બાબુલાલ મરાંડીએ આ બાબતે SITની તપાસની માગણી કરી છે. તેમણે ઝારખંડ સરકાર પર મહારાષ્ટ્રના પૈસા આગાહી મોડલ ફોલો કરવાનો આરોપ લગાવી દીધો છે. તેમણે કહ્યું કે ગત એક અઠવાડિયાથી ઝારખંડમાં હેમંત સરકારને પાડવા માટે પૈસા આપવાની ઘટના આવી રહી છે પરંતુ પૂર્વમાં રાજ્યભરની 22 જગ્યાઓ પર છાપેમારી કરી હતી, પરંતુ કશું જ ન મળ્યું. હેમંત સોરેન મહારાષ્ટ્ર મોડલ ઝારખંડમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે આ કારણે જ તેઓ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને સોશિયલ સાઇટ્સ પર ફોલો પણ કરે છે અને પૈસા અગાહીની નવી જગ્યાઓ શોધી રહ્યા છે. 3 લોકોની ધરપકડ પર BJP નેતાએ પોલીસ કાર્યવાહી પર જ સવાલ ઊભા કરી દીધા છે. પૂર્વ મુખ્યમંત્રી તરફથી જોર આપીને કહેવામાં આવ્યું છે કે ત્રણ લોકો બોકારોના છે અને તેમને ઘરથી ઉઠાવીને હૉટલ લઈ જવામાં આવ્યા હતા.

બન્નેમાંથી એક મજૂર છે અને એક શાકભાજી વિક્રેતા. ચેતવણી આપતા કહેવામાં આવ્યું કે જ્યારે રાજ્યમાં BJPની સરકાર બનશે તો એ તમામ પોલીસકર્મીના કારનામા બહાર લાવવામાં આવશે. તેમણે કહ્યું કે પોલીસે ટૂલ ન બનાવવી જોઈએ, પરંતુ કાયદા હેઠળ કામ કરવું જોઈએ. આ વાત યાદ રહે કે સરકાર બદલાતા જ તેમના કારનામા બહાર લાવવામાં આવશે. પોલીસની કાર્યશૈલી અક્ષમ્ય છે.

હાઇકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં SITની રચના કરીને આખી ઘટનાની તપાસ થાય અને જે 3 લોકોની ધરપકડ થઈ છે તેમને વહેલી તકે છોડી દેવામાં આવે નહીં તો BJP શાંત નહીં બેસે. શનિવારે રાંચીની એક હૉટલમાંથી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મોટા પ્રમાણમાં રોકડ પણ મળી આવી હતી. પોલીસે દાવો કર્યો કે આ ત્રણ લોકો હોર્સ ટ્રેડિંગમાં સામેલ છે અને લાંબા સમયથી સરકારને અસ્થિર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

એ ધરપકડ બાદ જ JJM તરફથી BJP પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે BJP ઝારખંડમાં કર્ણાટક મોડલ એપ્લાઈ કરવા માગે છે. અહીં ધારાસભ્યોની ખરીદી કરીને સરકાર પાડવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે, પરંતુ BJPએ આ તમામ આરોપોને પાયાવિહોણા બતાવ્યા છે અને રાજ્ય સરકાર પર પણ આરોપ લગાવી દીધા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp