કોંગ્રેસ MLAએ વહેંચ્યા શાકભાજી, FIR દાખલ, લોકો બોલ્યા-સરકાર ભૂખ્યા મારવા માગે છે

PC: twimg.com

કોરોનાના વધતા સંક્રમણને કારણે દેશને 21 દિવસો માટે લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. એવામાં સરકારે લોકોને અપીલ કરી છે કે, તેઓ પોતાના ઘરોમાંથી ના નીકળે. જેના કારણે લોકોએ પોતાના ઘરોમાં જ ખાવા-પીવાના સામાનનો સ્ટોક કરવાનું શરૂ કરી દીધુ છે. લોકડાઉન દરમિયાન ઘરમાંથી બહાર નીકળનારાઓ પર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. રિપોર્ટ અનુસાર, પુડ્ડુચેરીના એક કોંગ્રેસ ધારાસભ્ય વિરુદ્ધ લોકડાઉનનું ઉલ્લંઘન કરવા પર FIR દાખલ કરવામાં આવી છે.

પોલીસે કોંગ્રેસ ધારાસભ્ય જોન કુમાર પર આ FIR દાખલ કરી છે. કોંગ્રેસ ધારાસભ્ય પર આરોપ છે કે, તેમણે કોરોના વાયરસ લોકડાઉનના આદેશોનું ઉલ્લંઘન કર્યું છે. પુડ્ડુચેરી પોલીસના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ ધારાસભ્ય જોન કુમાર પોતાના આવાસની નજીક 200થી વધુ લોકોની ભીડ એકત્ર કરી શાકભાજીના થેલા વહેંચી રહ્યા હતા.

લોકડાઉનની જાહેરાત કરતી વખતે PM નરેન્દ્ર મોદીએ લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગ કરવા કહ્યું હતું. એવામાં 200 લોકોની ભીડ જમા કરવીએ લોકડાઉનના આદેશોનું ઉલ્લંઘન છે. પોલીસે કહ્યું કે, એક જગ્યા પર ભીડ એકત્ર થવાથી કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે. એવામાં સત્તાધારી પક્ષના ધારાસભ્યો જ નિયમોનું ઉલ્લંઘન કરશે તો સામાન્ય લોકો કઈ રીતે નિયમોનું પાલન કરશે.

આ સમાચાર બહાર આવતા જ પોલીસ અને મોદી સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. એક યુઝરે લખ્યું, મોદી સરકાર લોકોને ભૂખ્યા મારવા માંગ છે કે શું? એક યુઝરે યુપીના CM યોગી આદિત્યનાથનો મંદિર જતો ફોટો શેર કરતા તેની ટીકા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp