આ પૂર્વ કેન્દ્રીય મંત્રી બની શકે છે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ

PC: indiatoday.in

લોકસભા ચૂંટણીમાં મળેલી હારની સ્વૈચ્છીક જવાબદારી સ્વીકારતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ પાર્ટીના અધ્યક્ષ પદ પર રહેવા માગતા નથી અને રિપોર્ટ મુજબ તેમણે પોતાના રિપ્લેસમેન્ટ શોધવા માટે પાર્ટીને એક મહિનાનો સમય પણ આપી દીધો છે. રાહુલ ગાંધીએ એ વાત પર દબાણ કર્યું છે કે નવા અધ્યક્ષ કોઇ નોન ગાંધી જ હોવા જોઇએ. એટલે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાહુલનું રિપ્લેસમેન્ટ શોધવા દોડાદોડી કરી રહ્યા છે.

Image result for a.k. antony rahul

આ બધા વચ્ચે સૂત્રો પાસેથી એવી ખબર સામે આવી રહી છે કે, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ માટે એ.કે.એન્ટનીના નામ પર વિચાર ચાલી રહ્યો છે. હજુ પાર્ટીમાં બેઠકો ચાલી રહી છે. જો વર્કિંગ કમિટીના સભ્યો વચ્ચે સહમતિ બની ગઇ તો એ.કે.એન્ટની વચગાળાના અધ્યક્ષ બની શકે છે. ઉલ્લેખનીય છે કે UPA સરકારમાં એ.કે.એન્ટની રક્ષા મંત્રી રહી ચૂક્યા છે.

Image result for a.k. antony

પાર્ટીમાં એવો વિચાર ચાલી રહ્યો છે કે, કોંગ્રેસ પોતાના વચગાળાના અધ્યક્ષના રૂપમાં એક વરિષ્ઠ નેતાનું નામ લે, જે સામુહિક નિર્ણય લેવા માટે નેતાઓના એક કોલેજિયમની અધ્યક્ષતા કરશે. પાર્ટીમાં એ.કે.એન્ટનીની છબી ખૂબ સારી છે. એવું માનવામાં આવે છે કે, તેમના અધ્યક્ષ બનવાના નિર્ણય પર સહમતિ બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp