PMની લોકડાઉન જાહેરાત અને સવારે CM યોગી રામલલાને શિફ્ટ કરવા પહોંચ્યા અયોધ્યા

PC: twitter.com

PM તરફથી કરવામાં આવેલી સમગ્ર દેશમાં 21 દિવસની લોકડાઉનની જાહેરાત બાદ અયોધ્યામાં ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથના પહોંચવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમારના ટ્વીટર પર કહ્યું છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીજી ના માન્યા, ભીડની સાથે દર્શન કરી રહ્યા છે તો એવામાં કઈ રીતે ઉત્તર પ્રદેશની જનતા વડાપ્રધાનજીની વાત માને?

જણાવી દઈએ કે, CM યોગી આદિત્યનાથે રામલલાને ટિન શેડમાંથી બહાર કાઢીને ફાઈબરના અસ્થાયી મંદિરમાં બિરાજિત કર્યા છે. આ દરમિયાન તેમણે પૂજા-અર્ચના પણ કરી છે અને તેમની સાથે સુરક્ષાકર્મી અને બીજા ઘણા લોકો હતા. CM યોગીએ કહ્યું કે, જ્યાં સુધી મંદિરનું નિર્માણ ન થાય ત્યાં સુધી રામલલા આ અસ્થાયી મંદિરમાં રહેશે. સાથે જ તેમણે મંદિર નિર્માણ માટે 11 લાખનો ચેક પણ આપ્યો.

આ સમગ્ર કાર્યક્રમ પર સવાલ ઉઠાવતા ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લૂએ લખ્યું, નવરાત્રિનો પહેલો દિવસ છે, માના દરબારમાં દર્શન માટે જવાની મારી પણ હાર્દિક ઈચ્છા છે, પરંતુ મેં વડાપ્રધાનની વાત માની. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીજી નથી માનતા, ભીડની સાથ દર્શન કરી રહ્યા છે તો એવામાં કઈ રીતે ઉત્તર પ્રદેશની જનતા વડાપ્રધાનની વાત માને?

જણાવી દઈએ કે, અયોધ્યામાં વિશેષ પૂજા-અર્ચનાની સાથે દેવ પ્રતિમાઓને એક અસ્થાયી સંરચનામાં સ્થાનાંતરિત કરવાની સાથે જ રામ મંદિર નિર્માણ કાર્ય સોમવારે પ્રારંભ થયું. મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવા સુધી પ્રતિમાઓ અસ્થાયી સંરચનામાં રહેશે. કોરોના વાયરસના જોખમને પગલે પ્રશાસન દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોની વચ્ચે મંદિર નિર્માણ કાર્યની શરૂઆત થઈ.

વિશેષ પૂજા મંગળવારે પણ ચાલુ રહેશે અને પ્રતિમાઓને નવા ઢાંચામાં બુધવારની સવારે સ્થાનાંતરિત કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના સભ્યો વિમલેન્દ્ર મિશ્રા અને ડૉ. અનિલ મિશ્રાની ઉપસ્થિતિમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી. રામ મંદિર ન્યાસના સચિવ ચંપત રાયે કહ્યું કે, કોરોના વાયરસના જોખમને જોતા અયોધ્યાના સાધુ-સંતોને પૂજામાં આમંત્રિત કરવામાં ન આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp