આ નગરપાલિકામાં કોંગ્રેસે કર્યા ભાજપના સૂપડા સાફ: 24માંથી 20 સીટ પર કબજો

PC: intoday.in

એક તરફ ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના મધ્યપ્રદેશના રાજ્યપાલ બન્યાનું ગુજરાત ભાજપ જશ્ન મનાવી રહ્યો હતો ત્યાં જ મધ્યપ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે જોરદાર કેમબેક કર્યું છે. કોંગ્રેસે ભાજપને ટક્કર આપી છે. 19 જિલ્લા પંચાયતમાંથી 9 ભાજપ અને 9 કોંગ્રેસને મળી છે. જ્યારે એક પંચાયતમાં અપક્ષ જીત્યો છે. શિવરાજસિંહ ચૌહાણનાં રોડ શો અને ભવ્ય જાહેરસભાઓનો જાદુ ચાલ્યો નથી.

ભાજપના કબ્જા હેઠળ આવતી ધાર, મનાવર, સરદારપુર, ખેતીયા, અંજડને કોંગ્રેસે આંચકી લીધી છે. જ્યારે કોંગ્રેસના કબ્જાવાળી કુક્ષી, ડહી, પીથમપુર, રાજપુર અને ઓમકારેશ્વર જેવી પંચાયતમાં ભાજપની જીત થઈ છે. 17મી જાન્યુઆરી મતદાન થયું હતું અને 69.8 ટકા વોટીંગ થયું હતું.

રાઘૌગઢમાં કોંગ્રેસનું બુલડોઝર, 24માંથી 20 પર કોંગ્રેસનો પંજો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં આવેલી રાઘૌગઢ નગરપાલિકમાંથી કોંગ્રેસના ઉમેદવાર આરતી શર્માએ વિજય હાંસલ કર્યો છે. આ સીટ પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે 50 વર્ષ પહેલા વિજય હાંસલ કર્યો હતો અને નગરપાલિકાનું અધ્યક્ષપદ જીતી રાજકારણની શરૂઆત કરી હતી.

મુખ્ય ચૂંટણી અધિકારી રાજેશ જૈને જણાવ્યું કે કોંગ્રેસના અધ્યક્ષપદના ઉમેદવાર મહેન્દ્ર શર્માએ 5,672 વોટથી જીત મેળવી છે. કોંગ્રેસના આરતી શર્માએ 17,613 વોટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માયાદેવીને 12,032 વોટ મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર ઋતુ ભાર્ગવને 780 વોટ મળ્યા હતા અને શમીન બાનોને 313 વોટ મળ્યા હતા. રાઘૌગઢ નગરપાલિકાના કુલ 24 વોર્ડમાંથી 20 વોર્ડમાં કોંગ્રેસનાં ઉમેદવારોએ જીત હાસલ કરી છે. જ્યારે ભાજપના ભાગે માત્ર ચાર સીટ આવી છે.

જ્યારે અકોડામાં કોંગ્રેસના સમર્થનથી સંગીતા યાદવ અધ્યક્ષપદની ચૂંટણી જીતી ગયા હતા. લોકોએ ફરી વાર સંગીતા યાદવને જીતાડ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp