આ રાજ્યમા કોંગ્રેસમાં ઘમાસાણ, પોતાની સરકારના મંત્રીએ જ ગૃહમાંથી વોકઆઉટ કરી દીધું

PC: amarujala.com

છત્તીસગઢ કોંગ્રેસના ધારાસભ્ય બૃહસ્પતિ સિંહના કાફલા પર થયેલી તોડફોડની ગુંજ મંગળવારે વિધાનસભામાં સંભળાઇ હતી. આ બાબતે વિધાનસભા ગૃહમાં જોરદાર હંગામો મચી ગયો હતો અને મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી સામ સામે આવી ગયા હતા. પોતાની જ સરકારના વિરોધમાં આરોગ્ય મંત્રી ટી.એસ સિંહદેવે ગૃહનો બહિષ્કાર કરી દીધો હતો. ટી.એસ. સિંહદેવે કહ્યું હતું કે રામાનુજ ગંજના કોંગ્રેસના ધારાસભ્ય સાથે બનેલી ઘટનામાં જયાં સુધી સરકાર તપાસના આદેશ ન આપે અથવા જયાં સુધી સરકાર પોતાનું નિવેદન જાહેર ન કરે ત્યાં સુધી વિધાનસભા ગૃહમાં ભાગ નહીં લઇશ.

23 જુલાઇની રાત્રે કોંગ્રેસના ધારાસભ્ય બૃહસ્પતિ સિંહના કાફલા પર પથરાવ થયો હતો. કેટલાંક યુવકોએ તેમની ગાડીમાં તોડફોડ કરી હતી. આ હુમલામાં આરોગ્ય મંત્રી ટી.એસ. સિંહદેવના એક સંબંધીનું નામ સામે આવ્યું હતું. આ ઘટનામાં સરગુજા પોલીસે 3 યુવકોની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે. તો તે ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે પાર્ટીનું એક જૂથ તેનાથી નારાજ હોવાને કારણે  કારમાં તોડફોડ કરાવવામાં આવી છે.

ધારાસભ્ય બૃહસ્પતિ સિંહે કહ્યું હતું કે થોડા દિવસો પહેલાં તેમણે ભુપેશ બઘેલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી બન્યા રહેશે. આ નિવેદન આરોગ્ય મંત્રી સિંહ દેવને પસંદ નહોતું આવ્યું. એ પછી તેમના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. ધારાસભ્ય બૃહસ્પતિ સિંહે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આરોગ્ય મંત્રીથી તેમના જીવને જોખમ છે.

ધારાસભ્યના આરોપો સામે આરોગ્ય મંત્રી સિંહ દેવે કહ્યું હતુ કે કેટલાંક લોકો તેમની ઇમેજ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ રાજયોના લોકો મને સારી રીતે જાણે છે એટલે આ બાબતે કોઇ ટીપ્પણી કરવા માંગતા નથી.

તો છત્તીસગઢ કોંગ્રેસના પ્રભારી પીએલ પુનિયાએ કહ્યું હતું કે આ એક નાની વાત છે. ધારાસભ્ય બૃહસ્પતિ સિંહે મોતનો ખતરો હોવાનો આરોપ મુક્યો, પરંતું તેમણે આઇજી, ગૃહ મંત્રી કે મુખ્યમંત્રીને ફરિયાદ કરી નથી. ભાવનાઓમાં આવીને ધારાસભ્યએ આરોપ લગાવી દીધા લાગે છે.

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp