બાળાસાહેબ ઠાકરેને પુણ્યતિથિ પર યાદ કરી ફડણવીસે શિવસેનાને પણ સંદેશો આપ્યો

PC: tosshub.com

મહારાષ્ટ્રની રાજનીતિના લાંબા સમય માટે સ્તંભ રહેનારા બાળાસાહેબ ઠાકરેની રવિવારે સાતમી પુણ્યતિથી છે. આ દિવસે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને યાદ કરવા ટ્વીટ કરી હતી. ફડણવીસે બાળાસાહેબને શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટ કરીને લખ્યું કે, તેમણે સૌને આત્મસન્માનનો સંદેશ આપ્યો છે. બાળાસાહેબનું 17 નવેમ્બર, 2012 ના રોજ અવસાન થયું હતું.

પૂર્વ CM ફડણવીસે બાળાસાહેબના ભાષણોનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. તેમણે એમ પણ લખ્યું - આદરણીય બાળાસાહેબે આપણે બધાને આત્મગૌરવનો સંદેશ આપ્યો. ફડણવીસ ઉપરાંત ભાજપના નેતા નીતિન ગડકરીએ પણ ટ્વીટ કરીને બાળાસાહેબને યાદ કર્યા છે.

આ ટ્વિટ દ્વારા ફડણવીસે ન માત્ર બાળાસાહેબને શ્રદ્ધાંજલિ આપી પરંતુ શિવસેનાને પણ એક સંદેશો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે શિવસેના જે એક સમયે કોંગ્રેસ અને એનસીપીના મજબૂત વિરોધી હતી, હવે આ બંને પક્ષો સાથે મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનાવવાની તૈયારી કરી લીધી છે.

23 જાન્યુઆરી 1926 ના રોજ જન્મેલા બાળાસાહેબે રાજકારણને નવી દિશા આપી. 17 નવેમ્બર, 2012 ના રોજ તેમનું અવસાન થયું. શિવસેનાની સ્થાપના ખૂબ જ સાદગી સાથે કરવામાં આવી હતી. બાળાસાહેબે જાતે જ કહ્યું હતું કે સવારે 9.30 વાગ્યાની આસપાસ અમારા એક પરિવારના મિત્રો નાઈકની દુકાનમાંથી નાળિયેર લાવ્યા અને તેને ફોડી નાખ્યું અને ત્યારબાદ અમે છત્રપતિ શિવાજીની જયકારાના નારા લગાવતા શિવસેનાની શરૂઆત કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp