ધોની ઉતરી શકે છે રાજનીતિમાં, આ પાર્ટીથી લડી શકે છે લોકસભા ચૂંટણી

PC: sirfnews.com

મિસ્ટર કુલના નામથી પ્રખ્યાત ક્રિકેટનાં સુપરસ્ટાર મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ચર્ચાઓ જોરમા છે. ચર્ચા છે કે તે રાજકારણના મેદાનમાં ઉતરી શકે છે. જોકે, હજુ આધિકારિકરીતે આ જાણકારીની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ માનવામા આવી રહ્યું છે કે, જો 2019નાં વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં તેની પસંદગી કરવામા ન આવે તો તે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી લડી શકે છે.

ધોનીની BJPની ટિકિટ પર ચૂંટણી લડવાની ચર્ચા ચાલી રહી છે. ક્યાંથી ચૂંટણી લડશે, તે અંગે જુદી-જુદી અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, ધોનીની નજીકનાં લોકોનું માનવુ છે કે, હાલ તેની રાજકારણમાં આવવાની વાત કહેવી થોડી ઉતાવળ ગણાશે. હાલ, માહીનું સંપૂર્ણ ધ્યાન આવતા વર્ષના ક્રિકેટ વર્લ્ડકપ પર છે. ત્યારબાદ તે શું નિર્ણય લેશે, તે જણાવવું મુશ્કેલ છે. તો બીજી તરફ પ્રદેશ BJPને પણ આ અંગે કોઈ જાણકારી નથી.

મળતી માહિતી અનુસાર, ધોનીની સાથોસાથ ગૌતમ ગંભીર પણ BJPમાં જોડાવાનો હોવાની વાતો ચાલી રહી છે. ગૌતમ ગંભીર દિલ્હીથી તેમજ ધોની ઝારખંડની કોઈ સીટ પરથી ચૂંટણીમા ઉતરી શકે છે. તેની સાથે જ BJP બંને ક્રિકેટરનોને ચૂંટણીમા સ્ટાર પ્રચારકોની યાદીમા રાખવા અંગે વિચાર કરી રહી છે.

જોકે, ધોનીના ખાસ મિત્રોનું કહેવું છે કે, ક્રિકેટ તેનો પહેલો પ્રેમ છે અને હાલ તે 2019નાં વર્લ્ડકપ સિવાય અન્ય કોઈ બાબત વિશે વિચારી નથી રહ્યો. એટલું જ નહીં, પરંતુ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પણ તેની પાસે કોચ, કમેન્ટેટર કે સિલેક્ટર બનવાના રસ્તા ખુલ્લા છે. આથી, તે ક્રિકેટમાંથી સંન્યાસ લઈને રાજકારણમાં જ જોડાશે તે કહેવું પણ મુશ્કેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp