રાજ્ય ચૂંટણી પંચ આખરે તટસ્થ બન્યું ને BJP MLAના પુત્ર સામે પગલાંનો આદેશ કર્યો

PC: facebook.com/virendrasinh.jadeja.100483

રાજ્ય ચૂંટણી પંચે પહેલી વખત તટસ્થ આદેશ આપ્યો છે. કચ્છના ભચાઉ નગરપાલિકામાં મતદાન મથક પર ગુંડાગીરી, ધાકધમકી કરીને મતદારોને પ્રભાવિત કરી રહેલાં એક વ્યક્તિ સામે શરીફ લતીફ નોતીયારે કચ્છ કલેક્ટર રેમ્યા મોહનને ફરિયાદ આપી હતી. પરંતુ તેમણે તે અંગે કોઈ જ પગલાં ભરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેથી રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. તે ફરિયાદને આધારે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે કચ્છ કલેક્ટર રેમ્યા મોહનને પગલાં ભરવા આદેશ કર્યો છે. આ આદેશ બાદ હવે કલેક્ટરે પગલાં ભરીને રાજ્ય ચૂંટણી પંચને અહેવાલ આપશે. તેમ રાજ્ય ચૂંટણી પંચના સૂત્રએ જણાવ્યું હતું. જો કલેક્ટર હજુ પણ તટસ્થ રહીને કાર્યવાહી કરી તો વોર્ડ નંબર 7ની ચૂંટણી રદ થઈ શકે છે અને જે ગુંડાગારી કરી રહ્યાં હતા તેમની સામે ફોજદારી પગલાં પણ લઈ શકાય તેમ છે. ભાજપના ધારાસભ્ય વિરેન્દ્ર જાડેજાના પુત્ર કુલદીપ જાડેજાની સભ્યતા રદ થઈ શકે છે. તેઓ હાલ ભચાઉ પાલિકાના પ્રમુખ તરીકે છે. આમ અહીં ભાજપ દ્વારા ચલાવાતાં વંશવાદ પણ અહીં ઊભો થયો છે. વિરેન્દ્ર બહાદુર જાડેજાને ભાજપે ટિકિટ આપીને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સામે માંડવીમાં ઊભા રાખ્યા હતા અને શક્તિસિંહ હારી ગયા હતા.

મતદાન મથકની અંદર ભાજપના નેતાઓ જે દાદાગીરી અને ગુંડાગીરી કરીને ભાજપના ઉમેદવારને જ મત આપવાની લોભ લાલચ આપી રહ્યાં હતા. તે અંગે વાંધો લઈને શરીફ નોતીયાર લાંબા સમયથી લડત ચલાવી રહ્યાં છે. તેઓ આ કારણે ચૂંટણી રદ થવી જોઈએ એવી સતત માંગણી કરી રહ્યાં છે. અને જવાબદાર સામે પગલાં ભરવાની માંગણી કરી રહ્યાં છે. કચ્છ કલેક્ટર પણ ભાજપના દબાણ હેઠળ કામ કરતાં હતા એવું હવે પ્રસ્થાપિત થઈ ગયું છે. તેઓ હોદ્દાની રૂએ જિલ્લા ચૂંટણી અધિકારી પણ હતા. તેમણે લોકશાહીની પ્રક્રિયાને લાંછન લગાવવાનો પ્રયાસ કર્યો હોવાનું તે પરથી સ્પષ્ટ થયું છે. તેમના સત્તામાં આવતું હોવા છતાં તેઓ રાજકીય પક્ષની ઈચ્છા પ્રમાણે વર્તી રહ્યાં હતા. હવે તેમણે પગલાં ભરવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp