શું એક વર્ષ ચૂંટણીઓ મોકૂફ ના રાખી શકાય?: શંકરસિંહ વાઘેલા

PC: yourube.com

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક વીડિયોના માધ્યમથી ચૂંટણીઓ અને સરકારી કાર્યક્રમ બંધ કરવાની સરકારને અપીલ કરી છે. તેમણે આ બાબતે પોતાના સોશિયલ મીડિયા ફેસબૂક અકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો છે. તેમણે લખ્યું હતું કે, સ્ટેડિયમ અને ચૂંટણી સભાઓમાં ઘોડા છોડ્યા પછી સરકાર ગુજરાતમાં તાળા મારવા બેઠી છે. કોરોના વચ્ચે વારંવાર તાયફાઓ અને ચૂંટણીઓ કરીને ચૂંટણીજીવી સરકારે કોરોના ફેલાવવાના જ કામ કર્યા છે. શું એક વર્ષ ચૂંટણીઓ મોકૂફ ના રાખી શકાય? વિદેશીઓ પહેલા ભારતીયોને વેક્સિન આપી હોત તો.

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે, અમદાવાદના મોટેરા સ્ટેડિયનમાં એક વર્ષ પહેલા નમસ્તે ટ્રંપ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. દેશ વિદેશ, ગુજરાત સહિત અને બીજા રાજ્યોમાંથી પણ એક લાખ કરતા પણ વધારે લોકોને એકઠા કરવામાં આવ્યા હતા. આજે કોરોનાનો બ્લાસ્ટ થયો છે તેના મૂળમાં નમસ્તે ટ્રંપ કાર્યક્રમ છે. હું પહેલા પણ આ વાત કહેતો હતો. ચૂંટણી એક વર્ષ પછી થાત તો શું થાય. મે તમામ કાર્યક્રમ એક વર્ષ બંધ રખવાનું કહ્યું હતું. ચૂંટણી એક વર્ષ મોડી થાત તો શું થાત કઈ લોકશાહી ખતમ થઈ જાત. રાષ્ટ્રપતિ શાસન લગાવવાથી લઈને ઘણી જોગવાઇ હોય છે. પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૂંટણીને ઉત્સવ બનાવીને ચાલે છે. દેશ ભરમાં પોતાનો ભાષણનો શોખ પૂરો કરવા માટે ભારતીય જનતા પાર્ટી કોરોનાના વિસ્ફોટ માટે જવાબદાર છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ભાજપ માટે ચૂંટણી પહેલા પાર્ટી પહેલા અને પબ્લિક પછી. કોરોનાની રસી વિદેશમાં મોકલવાના બદલે અહિયાં લોકોને આપો. લોકડાઉનએ સમાધાન નથી. લોકડાઉનમાં લોકો મરી ગયા. આ લોકડાઉનમાં દવાખાના વાળા ખાટી ગયા. એક વર્ષના સમયમાં દેશના મધ્યમવર્ગના લોકો ગરીબ બની ગયા હોય તો આપણને ખબર પડવી જોઈએ કે, આપણે શું કરી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીને પ્રોટોકોલ નથી લાગુ પડતો.

આ સત્તાધારીઓને માસ્ક નહીં પહેરવાના, તેમને કોઈ નિયમ નહીં પાળવાનો માત્ર જનતા માસ્ક ન પહેરે તો તેમની પાસેથી દંડની વસૂલાત કરવાની. ધાર્યું હોત તો સરકાર એ વખતે કોરોનાને કાબૂ કરી શક્યા હોય. થાળી અને ઘંટડી વગાડવાથી કોરોના કાબૂમાં ન આવે. દીવા કરવાથી પણ આ કાબૂમાં ન આવે. આ ઇવેંટ નથી આ મજા કરવાની વસ્તુ નથી. હજારો નાગરિકો મરી ગયા આ સરકારની બેદરકારીના કારણે હજુ પણ ચૂંટણીઓ બંધ કરો. જાહેર કાર્યક્રમો બંધ કરો અને સરકારમાં બેસેલા લોકો પણ નિયમોનું પાલન કરો. આ બધુ બંધ નહીં કરો તો આજે દેશના હજારો નાગરિકો આ કોરોનામાં હોમાશે તેની તમામ જવાબદારી આ સરકારે લેવાની રહેશે. મહેરબાની કરીને લોકોને મારી નાખવા માટે બેદરકાર ન બનો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp