દેશના મુસ્લિમોને બદનામ કરવા દરેક વસ્તુનો ઉપયોગ થઈ રહ્યો છેઃ ઓવૈસી

PC: indiatimes.com

દેશમાં રવિવાર સુધીમાં સામે આવેલા કોરોના વાયરસના પોઝિટિવ કેસમાંથી 30 ટકા તબલીગી જમાતના મરજકમાંથી પરત ફરેલા લોકોને કારણે સંક્રમિત થયા હતા. ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર તબલીગી જમાત સાથે જોડાયેલા લોકોના 17 રાજ્યમાંથી 1023 કેસ, જમાતના કાર્યકર્તા અને એમના સંપર્કમાં આવેલા 22 હજાર લોકો ક્વોરેન્ટાઈન છે. આ મામલે સોમવારે એક પત્રકારે હૈદરાબાદના સાંસદ અને AIMIMના પ્રમુખ અસદુદ્દિન ઓવૈસીને જમાત કાર્યક્રમની નિંદા કરવા અંગેનો પ્રશ્ન કર્યો હતો. જે મામલે ઓવૈસીએ કહ્યું હતું કે, દેશમાં મુસ્લિમોને બદનામ કરવા માટે દરેક વસ્તુનો ઉપયોગ થઈ રહ્યો છે. 

તેમણે એક ટ્વિટમાં કહ્યું હતું કે, અમારી વેશભુષાથી લઈને ખાણી-પીણી તેમજ વ્યાપાર સુધી. આ પક્ષપાત સાથે લડવા અમે યોગ્ય નથી. એક મુસ્લિમના રૂપમાં જ કેમ નિંદા કરવા માટે કહેવામાં આવે છે? શું તમને હિંદુત્વનું નામ લઈને આવી વસ્તુઓની નિંદા કરવા માટે કહેવામાં આવે છે ખરા? તેમણે ઉમેર્યું કે, તબલીગી જમાતનો કાર્યક્રમ અગાઉ પણ થતો હતો. પણ તેને બદનામ કરવામાં આવી રહ્યો છે. સંસદથી લઈને અયોધ્યામાં મૂર્તિ સ્થાપ્ન સુધી શું નથી થયું? આ બહુમતીવાદનું બેવડું ધારાધોરણ છે. જ્યાં ગ્રાઉન્ડ પર એકસરખી તક જ નથી ત્યાં સરખી ભાગીદારી અંગે પૂછવું યોગ્ય નથી. સવાલ એ લોકોને થવો જોઈએ જે અત્યારે સત્તામાં બેઠા છે. જમાતને નહીં જેમાં મોટાભાગના ભારતીય નાગરિક છે. જમાતથી સંબંધીત કેસ 17 રાજ્યમાંથી મળી આવ્યા છે એવું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

આ લોકો તામિલનાડું, દિલ્હી, તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, આંદામાન-નિકોબાર, ઉત્તરાખંડ, કેરળ, અરૂણાચલ પ્રદેશ, હરિયાણા સહિત અનેક પ્રદેશમાંથી છે. તેમણે BJP પર વાર કરતા કહ્યું હતું કે, કોરોના વાયરસની ટીકા ટિપ્પણીઓથી બચવા માટે આ પ્રકારના પ્રયત્નો કરવામાંં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે કોઈ પ્રકારની યોજના વગર લોકડાઉન લાગુ કરી દીધું છે. ભાજપ પક્ષની ટીકા કરતા તેમણે ઉમેર્યું હતું કે, જવાબદારીથી બચવા માટે સગવડીયા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભાજપ પ્રચારકોને ખબર હોવી જોઈએ કે, વોટ્સએપ પર માત્ર મેસેજ ફોરવર્ડ કરવાથી કોરોનાને હરાવી શકાય એમ નથી. મુસ્લિમોને બલીનો બકરો બનાવવો એ કોરોના વાયરસની દવા નથી અને કોરોના વાયરસ ટેસ્ટિગનો પૂરતો વિકલ્પ પણ એ નથી. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp