ભાજપ અને ‘રામ’ વચ્ચે સમાધાન, વિવાદનો અંત લાવવા કોર્ટમાં સંયુક્ત આવેદન

PC: haribhoomi.com

વરિષ્ઠ વકીલ રામ જેઠમલાની અને ભારતીય જનતા પાર્ટીએ વચ્ચે સમાધાન થઈ ગયું છે. જેઠમલાણીને ભાજપમાંથી બરતરફ કરવાના મામલે બન્ને પક્ષોએ કેસ બંધ કરવા માટે આવેદન આપ્યું છે. જેઠમલાનીએ પોતાને પાર્ટીમાંથી બહાર નીકાળવાના વિરોધમાં કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેઠમલાનીને મે 2013માં ભાજપની અનુશાસન સમિતિએ તેમને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 95 વર્ષીય જેઠમલાનીએ કર્ણાટકમાં યેદુરપ્પાની સરકાર બનાવવા મુદ્દે વજુભાઈ વાળાના નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી હતી. જો કે કર્ણાટકમાં ભાજપ પાસે વધુ બેઠકો હોવા છતાં સરકાર બનાવવા માટે પર્યાપ્ત બહુમત ન હતો.

રામ જેઠમલાનીએ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કેસ દાખલ કરીને નુક્સાન પેટે રુપિયા 50 લાખની માંગણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp