મહત્ત્વના મુદ્દાઓ સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસની મદદ લેતી હતીઃ સુમિત્રા મહાજન

PC: thestatesman.com

દેશના બિઝનેસમેન અને બજાજ ગ્રૂપના ચેરમેન રાહુલ બાજાજની કેન્દ્રની મોદી સરકાર સામેની આકરી ટિપ્પણી બાદ ભૂતપૂર્વ સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં ભાજપના શાસનકાળ દરમિયાન કેટલાક મહત્ત્વના મુદ્દાઓ સામે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસની મદદ લેવામાં આવતી હતી. આ માટે કોંગ્રેસના નેતાઓનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસી નેતાઓના સહારે આ મુદ્દાઓ સ્પષ્ટ કરવામાં આવતા હતા.

મધ્ય પ્રદેશના મહાનગર ઈન્દોરમાંથી આઠ વખત સાંસદ પદ પર રહેલા સુમિત્રા મહાજને ઉમેર્યું કે, મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વ વાળી ભાજપ સરકારના શાસનકાળમાં મહત્ત્વના મુદ્દાઓ સામે હું કંઈ બોલી શકું એમ ન હતી. કારણ કે રાજ્યમાં ભાજપ સરકારનું શાસન હતું. ગત વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં થયેલી ભાજપની કારમી હારની પહેલા સતત 15 વર્ષ સુધી મધ્ય પ્રદેશમાં ભાજપ સરકારનું શાસન રહ્યું છે. એ સમયે મને એવું લાગતું હતું કે ઈન્દોરની પ્રજાના હિત માટે કેટલાક મુદ્દાઓ સામે અવાજ ઉઠાવવો અનિવાર્ય છે. તેથી હું કોંગ્રેસના નેતાઓની મદદ લેતી હતી.

લોકસભા સ્પિકર સુમિત્રા મહાજનનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં તે દુઃખ વ્યક્ત કરતા કહે છે કે,હું મારી સરકાર સામે કંઈ બોલી શકું એમ ન હતી. મધ્ય પ્રદેશના રાજ્યપાલની હાજરીમાં કેટલાક રહસ્યો પરથી પડદો ઉચકતા તેમણે કહ્યું કે, હું મારી સરકાર સામે કંઈ ન બોલી શકું.આ માટે હું જીતુ પટવારી અને તુલસી સિલાવટને ધીમે રહીને કહેતી હતી કે, તમે કંઈક કરો. જીતુંમાં મારા વિદ્યાર્થી બનવા માટેના તમામ ગુણ છે. એ તમામ ઈન્દોરનું ભલું ઈચ્છે છે. પક્ષ પક્ષના સ્થાને છે પણ પ્રજાહિત પહેલા. રવિવારે જ્યારે જીતુ પટવારીએ પોતાના ઘરે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું ત્યારે મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન અને મંત્રી તુલસી સિલાવટ પણ ખાસ ઉપસ્થિત હતા.

સુમિત્રા મહાજને વાતવાતમાં આ વાત પણ કહી નાંખી હતી. આપણા બધાનું કામ વિકાસ કરવાનું છે. જ્યારે શહેરના વિકાસનું કામ હોય ત્યારે અમે પાર્ટી પોલિટિક્સ નથી કરતા. આપણે જ આપણા શહેરનું ભલું કરવાનું છે. આ મારો અનુભવ છે. ઈન્દોર માટે જે જરુરી છે એ માટે હું બનતું કરવા તૈયાર હતી પણ રાજ્યમાં સરકાર ભાજપની હતી. જેની સામે હું મારી સરકાર સામે વિરુદ્ધ ન બોલી શકું. હું એમને કહી દેતી કે, આ માટે આટલું કરવાનું છે. આ મુદ્દાઓ પર કામ કરવાનું છે. પછી હું જોઈ લઈશ. ઉપર શિવરાજ સાથે વાત કરીશ. તેણે મારી બધી વાત માની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp