કોંગ્રેસ માટે ગાંધીનગર ખરા અર્થમાં એપી સેન્ટર બની ગયું

PC: dnaindia.com

ગાંધીનગર શહેર અને જિલ્લો કોંગ્રેસ માટે રાજકીય ધરતીકંપ ઉદભવ કેન્દ્ર બની ગયું છે. બે વખત ગાંધીનગર મહાનગર પાલિકા (ગ્રામ મપંચાયત)માં કોંગ્રેસને બહુમતી હોવા છતાં ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી પક્ષાંતર કરાવીને લોકશાહી વિરૂદ્ધ પોતાની સત્તા મેળવી હતી. પોતાના મેયર બનાવ્યા હતા. એવું જ જિલ્લા પંચાયતમાં થયું હતું. આવું છેલ્લાં 10 વર્ષથી થતું આવ્યું છે.

કોંગ્રેસના નેતાઓની વરવી જૂથબંધી હોવાથી આવું થઈ રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ તેમને ટેકો આપે છે તેથી તે રાજકીય કેન્સર ઘટવાના બદલે વધી રહ્યું છે. હવે ગાંધીનગર જિલ્લામા માણસા તાલુકા પંચાયતમાં આવું થયું છે. બે મહિના પહેલાં ચૂંટણી થઈ તેમાં કોંગ્રેસને બહુમતી મળી હતી. પ્રમુખ પણ કોંગ્રેસના છે. માણસા તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખની ચૂંટણી હતી. જેમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર વર્ષા વાઘેલા હતા અને ભાજપે પોતાના ઉમેદવાર તરીકે માધન પટેલને ઊભા રાખ્યા હતા. મતદાન થતાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં 8 મત મળ્યા હતા અને ભાજપની લઘુમતી હોવા છતાં 14 મત મેળવ્યા હતા.

ફેબ્રુઆરી 2018માં કોંગ્રેસના ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. જેમાં ભાજપના 16 સભ્યોએ વિરોધમાં મતદાન કરતાં કોંગ્રેસના ઉપપ્રમુખે સત્તા છોડવી પડી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના 9 સભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાની છાવણીમાં લઈ જઈને કોંગ્રેસમાં આંતરિક બળવો કરાવ્યો હતો. પક્ષાંતર કરવાના કારણે કોંગ્રેસના તમામ 9 સભ્યો ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ત્યારે સ્ટે મળતાં પ્રમુખ ભાજપના જગત બિહોલા અને ઉપપ્રમુખ કોંગ્રેસના સોનલની સત્તા ટકી રહી હતી.

આમ છેલ્લાં 6 મહિનાથી કોંગ્રેસની બહુમતી છતાં ભાજપ સત્તા મેળવવા માટે હવાતીયા મારી રહ્યો છે અને તેમાં કોંગ્રેસના ફૂટેલા નેતાઓના કારણે સફળ પણ થઈ રહ્યાં છે. પ્રમુખ અને ઉપ્રમુખ હવે ભાજપના થઈ ગયા છે, પણ કારોબારી અધ્યક્ષ કોંગ્રેસના પ્રકાશ ચૌધરી દ્વારા સત્તા હજુ ટકાવી રાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp