CM ગેહલોતને મળ્યું 100 કરતા વધુ MLAનું સમર્થન, હવે શું કરશે સચિન પાયલટ?

PC: ANI

રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ડેપ્યૂટી સીએમ સચિન પાયલટની વચ્ચે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. બગાવતી સૂર અપનાવી ચુકેલા પાયલટે દાવો કર્યો છે કે, 25 ધારાસભ્યો તેમની સાથે છે. જોકે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે ધારાસભ્યની બેઠકમાં 100 ધારાસભ્યોને ભેગા કરીને પોતાની તાકાત બતાવી દીધી છે. આ જ કારણ છે કે, ગેહલોતે વિક્ટરી સાઈન બતાવી છે. એવામાં હવે સચિન પાયલટ કયું રાજકીય પગલું ઉઠાવશે?

જોકે, કેન્દ્રીય નેતૃત્વ તરફથી જયપુર મોકલવામાં આવેલા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, છેલ્લાં 48 કલાકમાં કોંગ્રેસ નેતૃત્વએ ઘણીવાર સચિન પાયલટ સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે, ક્યારેક-ક્યારેક વૈચારિક મતભેદ ઉત્પન્ન થાય છે, પરંતુ તેને કારણે પોતાની જ સરકારને નબળી બનાવવી યોગ્ય વાત નથી. જો કોઈ મતભેદ હોય તો કોંગ્રેસના ટોચના નેતાઓના દરવાજા સચિન પાયલટ સહિત તમામ માટે ખુલ્લાં છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની આગેવાનીમાં અમે તેનું સમાધાન શોધીશું. વ્યક્તિગત પ્રતિસ્પર્ધા માટે સરકારને નબળી બનાવવી યોગ્ય નથી.

કોંગ્રેસ નેતાઓ તરફથી ડેમેજ કંટ્રોલ કરવાના કરવામાં આવી રહેલા પ્રયત્નો વચ્ચે રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે દાવો કર્યો છે કે, 25 ધારાસભ્યો તેમની સાથે છે. સચિન પાયલટે સ્પષ્ટ કહ્યું કે, તેઓ જયપુરમાં બેઠકમાં સામેલ નહીં થશે. જોકે, CM ગેહલોત 100 ધારાસભ્યોનું સમર્થન મેળવવામાં સફળ રહ્યા છે.

રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 સભ્યો છે. હાલના સમયમાં કોંગ્રેસના 107 ધારાસભ્યો છે. આ ઉપરાંત, તેમની પાસે અપક્ષ અને કેટલીક અન્ય નાની પાર્ટીઓના ધારાસભ્યોનું સમર્થન મળીને તે નંબર 123 સુધી પહોંચે છે. જ્યારે બીજી તરફ BJPના 72 ધારાસભ્યો છે, આ ઉપરાંત તેમને 3 અન્ય પાર્ટીઓના ધારાસભ્યોનું સમર્થન છે. એવામાં તેમની પાસે કુલ 75 ધારાસભ્યો છે.

હાલ સચિન પાયલટે 25 ધારાસભ્યો પોતાની સાથે હોવાનો દાવો કર્યો છે, જો એવું થાય તો ગેહલોત સરકારની સાથે માત્ર 98 ધારાસભ્યો જ દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત, એક સ્પીકનો વોટ છે, જેને મળીને 99 થાય છે. જ્યારે રાજસ્થાનમાં બહુમત માટે 101 ધારાસભ્યોનું સમર્થન હોવું જરૂરી છે. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં જો 100 ધારાસભ્યો CM ગેહલોત ભેગા કરવામાં સફળ રહ્યા હોય તો પછી પાયલટના ગણિતમાં ગડબડ હોઈ શકે છે.

સચિન પાયલટના રાજકીય પગલાં પર સૌની નજર છે. એવામાં હવે પાયલટ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને BJPનો હાથ પકડે છે કે પછી પોતાની કોઈ અલગ પાર્ટી બનાવે છે તે જોવું રહ્યું. પાયલટ કોંગ્રેસ તોડીને પાર્ટી બનાવવાનો નિર્ણય કરે તો તેમણે વિધાનસભાની સદસ્યતા પરથી રાજીનામુ આપવું પડી શકે છે, કારણ કે અલગ પાર્ટી બનાવવા માટે ઓછામાં ઓછાં એક તૃતિયાંશ ધારાસભ્યોનો સાથ હોવો જરૂરી છે. જોકે, સચિન પાયલટની સાથે કોંગ્રેસના 16 ધારાસભ્યોના સમર્થનનો દાવો છે બાકી, અપક્ષ ધારાસભ્યો તેમની સાથે હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ એક મોટો પડકાર છે.

દરમિયાન જો મધ્ય પ્રદેશની જેમ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વિધાનસભાની સદસ્યતા પરથી રાજીનામુ આપી દે અને અપક્ષ પણ કોંગ્રેસને બદલે BJPનું સમર્થન કરે તો ગેહલોત સરકાર અલ્પમતમાં આવી શકે છે. પાયલટના સમર્થક 25 ધારાસભ્યોનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, CM ગેહલોતના પક્ષમાં પણ 102 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરવામાં આવી રહ્યો છે, એવામાં કોંગ્રેસની અંદર શતરંજની આ બાજી વધુ રસપ્રદ બની રહી છે. જોવું એ રહ્યું કે, આ રાજકીય જંગમાં કોણ કોના પર ભારી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp