26th January selfie contest

ગુજરાત કોંગ્રેસના જનસંપર્ક અભિયાનને નબળો પ્રતિસાદ, હવે લોકસભા ચૂંટણી સુધી ચાલશે

PC: globalgujaratnews.in

લોકસભા ચૂંટણીને પગલે તમામ રાજકીય પાર્ટીઓએ તડામાર તૈયારી હાથ ધરી છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં નિરાશાજનક પ્રદર્શન અને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સત્તા ગુમાવ્યા બાદ ભાજપ પણ હરકતમાં આવ્યું છે. જો કે આ ચૂંટણીમાં વિજય બાદ કોંગ્રેસના કાર્યકરોમાં પણ નવા પ્રાણ ફૂંકાયા છે. જેને પરિણામે ગુજરાત કોંગ્રેસ પણ સક્રિય બની છે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને હોદ્દેદારો અને વિપક્ષ નેતાની બેઠક બોલાવી હતી. જેમાં જન સંપર્ક અભિયાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જો કે તેને નબળો પ્રતિસાદ સાંપડ્તા, તેનો સમય લંબાવવામાં આવ્યો છે. અગાઉ પણ નવેમ્બરમાં સમાપ્ત થનારા આ જનસંપર્ક અભિયાનને ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યું હતું. હવે ફંડ એકત્ર કરવા માટે લોકસભાની ચૂંટણી સુધી આ અભિયાનને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, દિલ્હીમાં મળેલી પ્રદેશ અધ્યક્ષોની બેઠકમાં આ જનસંપર્ક અભિયાનને લંબાવવાની સૂચના આપવામાં આવી છે. લોકસભા ચૂંટણીને પગલે જનસંપર્ક સાથે ભંડોળ એકઠું કરવા માટે આ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ માટે તમામ જિલ્લા-તાલુકાઓના હોદ્દેદારોને એપ્રિલ સુધી જનસંપર્ક અભિયાન શરુ રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.

કોંગ્રેસના જનસંપર્ક અભિયાનને આવે જ નબળો પ્રતિસાદ ભવિષ્યમાં પણ મળતો રહેશે, તો તેની આગામી ચૂંટણી પર વિપરીત અસર થઈ શકે છે. આથી કોંગ્રેસે અત્યારથી જ કોઈ નવી રણનીતિ ઘડે છે કે કેમ? તે જોવું રહ્યું

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp