રાહુલ ગાંધીની કોર્ટમાં હાજરીને લઇને હાર્દિક પટેલે જાણો શું કહ્યું

PC: facebook.com/HardikPatel.Official

રાહુલ ગાંધી બદનક્ષીના કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજરી આપવા માટે અમદાવાદ આવ્યા હતા. નોટબંધી સમયે તેમને ADC બેંક સામે બ્લેકનાં વ્હાઈટ કરવાનો આક્ષેપ કર્યો હતો. જેના કારણે ADC બેંક દ્વારા રાહુલ ગાંધી પર માનહાનીનો કેસ કરવામાં આવ્યો હતો. જેને લઈને રાહુલ ગાંધી કોર્ટમાં જુબાની આપવા માટે આવ્યા હતા. આ સાથે ગુજરાતના કોંગ્રેસના નેતાઓએ મડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભાજપ વિપક્ષને ડરાવવાનું કામ કરી રહી છે. રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજરી આપતા સમયે હાર્દિક પટેલ પણ અન્ય કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળ્યા હતા.

હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ADC બેંકની અંદર જે ગેરકાયદેસર પૈસા જમાં થયા હતા. તેની અંદર રાહુલ ગાંધીનું નીવેદન હતું કે, નોટબંધીમાં આટલા પૈસા કેમ જમા થાય. તો ભારતીય જનતા પાર્ટીએ કેસ કરવાની ક્યાં જરૂર હતી. તપાસ કરવાની જરૂર હતી. નોટબંધીમાં ખેડૂતો પાસે પૈસા નથી. તો 750 કરોડ રૂપિયા જમાં કઈ રીતે થાય. રાહુલ ગાંધીને હેરાન કરવાનું કામ છે. એક વ્યૂહ રચનાની મદદથી ભાજપ કામ કરી છે કે, કોંગ્રેસના મોટા ગજાના નેતાને હેરાન કરો, પરેશાન કરો કે, કોર્ટમાં મોકલો એટલે કોંગ્રેસના કાર્યકર્તાનું મોરલ ડાઉન થઈ જશે. પણ એને નથી ખબર કે, આવનાર દિવસોમાં તમામ લોકો જવાહરલાલ નહેરુના દીકરાના દીકરાની જોડે છે. આવનારા દિવસની અંદર તેમના દાદી ઇન્દિરા ગાંધી અને તેમના પિતા રાજીવ ગાંધીના રસ્તા પર આ દેશને મજબૂત કરવાનું કામ રાહુલ ગાંધી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp