26th January selfie contest

ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ શું કરશે, જણાવે છે પરેશ ધાનાણી

PC: chitralekha.com

કેન્દ્રની અભિમાની ભાજપ સરકારે ગેર બંધારણીય રીતે 3 કૃષિ કાનુનોને લાગુ કરવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી આ કાયદાઓ ગેરબંધારણીય રીતે લાગુ કરવામાં આવ્યા હતા, એવું કહી દીધું છે. સર્વોચ્ચ અદાલતે રોક લગાવી તે પૂરતું નથી. તે પરત ખેંચાવા જોઈએ. તેથી સરકાર ઉપર દબાણ લાવવા અને ખેડૂતોની લડતને ટેકો આપવા માટે કોંગ્રેસ ગુજરાતના ગામડાઓ સુધી લડાઈ લઈ જશે. કારણ કે ખેતી એ રાજ્યનો વિષય છે. જેમાં મોદી સરકારે બંધારણ તોડીને કાયદા બનાવ્યા છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નોતરું આપનારા આ ત્રણ કાયદાઓ પર નામદાર સુપ્રીમ કોર્ટની રોકને આવકારું છું. તેમ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં ખેડૂત નેતાઓ આંદોલન ન કરે તે માટે ભાજપની ભગવી સરકારે દમન કર્યા હતા. ભગવા અંગ્રેજોએ ધોળા અંગ્રેજોની યાદ અપાવીને ખેડૂતોને નજર કેદ કર્યા હતા. ધમકી આપી હતી. કાયદાનો ડર બનાવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ખેડૂત આગેવાનને માર મારવામાં આવ્યો હતો.

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની માગણીને કોંગ્રેસે ટેકો આપ્યો છે. કોંગ્રેસ આ મુદ્દો ગામડાથી લઈને ગલી સુધી લઈ જઈને ભાજપની રૂપાણી અને મોદી સરકાર સમે લડત આપશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવા અસંવિધાનિક રીતે 3 કાયદા પસાર કરેલા હતા. ખેડૂત વિરોધી-દેશ વિરોધી કાયદાઓ ઉપર નામદાર સુપ્રીમ કોર્ટે આજે રોક લગાવી છે.કમનસીબે લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર દ્વારા લોકો વિરોઘી, દેશ વિરોધી કાળા કાયદાઓ અસંવિધાનિક પરંપરાને અનુસરીને પસાર કરીને મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને  માલામાલ કરવાનું ષડયંત્ર રચ્યું હતું.

આ કાયદાઓથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ એ ભૂતકાળ બની જવાના છે. ખેત ઉત્પાદનો પાણીના ભાવે લુંટાવાના છે. નફાખોરી અને મોંઘવારી સતત વધવાની છે. મોટી કંપનીઓ ખેડૂતને છેતરશે. નાના વેપારીઓ બેરોજગાર બનવાના છે. ખેત મજદૂરોનો રોજગાર છીનવાવાનો છે.250 માર્કેટયાર્ડની 20 હજાર કરોડની જમીનો વેચાઈ જશે. સંગ્રહાખોરી અને કાળાબજારી સમગ્ર દેશમાં હાહાકાર મચાવશે. ખેડૂતો માટે કોર્ટના દરવાજા પણ બંધ થવાના છે.

કાળા કાયદાઓ દૂર કરવા લાખો ખેડૂતો પોતાના હક્ક માટે આ કડકડતી ઠંડીમાં 60 દિવસથી રોડ ઉપર અહીંસાના માર્ગે આંદોલન કરી રહ્યા છે. તેમ છતાં આ ખેડૂત વિરોધી સરકારના પેટનું પાણી કેમ નથી હાલતું ? એ હવે સમગ્ર દેશવાસીઓના મનમાં સવાલ થાય છે. આવતા દિવસોમાં સરકારને જો થોડી પણ શરમ બચી હોય તો તાત્કાલિક અસરાથી અસંવિધાનિક રીતે પસાર કરેલા ત્રણેય કાળા કાયદાઓ નાબૂદ કરવા જોઈએ. 

જો સરકાર આ ત્રણેય કાળા કાયદાઓ નાબૂદ નહિં કરે તો આવતા દિવસોમાં ખેડૂતોને પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નહિ મળે.ગ્રાહકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવશે. ત્યારે ઉત્પાદક અને ઉપભોકતાઓને બચાવવા માટે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ ભારત બચાવો અભિયાનને ગામોની ગલીઓ સુધી લઇ જશે. તેમ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp