જસદણમાં રાજકારણ ગરમાયું, ભાજપના બે નેતાઓ સામસામે

PC: thebengalstory.com

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથવાદ પછી ભાજપમાં પણ હવે વિખવાદ અને જૂથવાદ સામે આવ્યો છે. એક વોટ્સએપ ગ્રુપમાં જસદણ માર્કેટીગ યાર્ડના પૂર્વ ચેરમેન પોપટ રાજપરાના નામે એક મેસેજ વાયરલ થયો છે. આ વાયરલ મેસેજમાં ભાજપના નેતા ભરત બોઘરાને જિલ્લા ભાજપના પ્રમુખ કેમ બનાવી શકાય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પોપટ રાજપરાનું કહેવું છે કે, ભરત બોઘરા કરપ્શન કરે છે અને પાર્ટી વિરુદ્ધનું કાર્ય કરે છે.

જો કે, ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, હું કોઈ જિલ્લા પ્રમુખની રેશમાં નથી. આ માટે હું બદનક્ષીનો દાવો કરી શકું છું.

પોપટ રાજપરાએ જણાવ્યું હતું કે, મેં જે આક્ષેપો કર્યા છે તે સાચા છે અને એ હાઈકોર્ટમાં જાય કે, સુપ્રીમકોર્ટમાં જાય મારી પાસે બધા પૂરાવાઓ પ્રૂફ સહીત છે. હું હાઈકોર્ટમાં પડકારીશ. પાર્ટી વિરુદ્ધ તેને જે પ્રવૃત્તિઓ કરી છે અને ક્યા ક્યા કરપ્શન કર્યું છે, આ ઉનાળામાં જસદણને 12થી 15 દિવસે પાણી મળતું હતું અને તેમને ત્રણેય ફેક્ટરીમાં ચારની લાઈન ડાઈરેકટ લીધી છે અને તેમના મળતિયાઓની ચારથી પાંચ સ્કૂલોમાં પાણી લીધુ છે, મારી પાસે પ્રૂફ છે. આ બાબતે પાણી પૂરવઠા મંત્રીને રજૂઆત કરી ત્યારે તેમને અધિકારીઓને લાઈન કાપવાના આદેશ આપ્યા હતા. જ્યારે અધિકારીઓ લાઈન કાપવા ગયા ત્યારે તેમને અધિકારીઓને ગાળો આપીને કહ્યું હું સરકારના બેઠો છું તમને હું આમ તેમ કરી નાંખીશ. આજની તારીખે પણ આ કનેક્શન શરૂ છે.

ગઈ વિધાનસભાની ચૂંટણીમાં તેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી. તેના લીલાપુરના પટેલ રમાણી અને તેના દીકરાએ કોંગ્રેસનો ખેસ પહેરીને કોંગેસનું કામ કર્યું હતું અને આજે તેને તાલુકા પ્રમુખ બનાવી દીધો. બીજા કોઈ કાર્યકર્તાઓ નહોતા ભલે કોઈ પણ સમાજમાંથી કાર્યકર્તાને લે. હજી મારી પાસે એવા ઘણા મુદ્દા છે તેને એક પછી એક પ્રેસમાં અને સોશિયલ મીડિયા પર મુકીશ. આ મોટો દલાલ છે અને તે દલાલી જ કરે છે. આ વહીવટ વાળો છે મારી પાસે એટલા પૂરાવાઓ છે કે, એ કોર્ટમાં જશે તો હું એફિડેવિટ રજૂ કરીશ.

આ બાબતે અમે ચાર દિવસ પહેલા ભીખુ દલખાણીયા અને ગોરધન ઝડફિયાને રાજૂઆત કરી હતી. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને પણ મળવા ગયા હતા પણ તેમની પાસે સમય નહોતો. અમે ચાર પાંચ દિવસ પહેલા ગયા હતા કે, આ પાર્ટી વિરુદ્ધ આવી આવી પ્રવૃત્તિઓ કરે છે. અમે પાર્ટીથી સંતોષ છીએ. અમે બે મહિના પહેલા 30 લોકો મુખ્યમંત્રીને મળવા ગયા હતા. તાલુકા પંચાયતના આગેવાન, જીલ્લા પંચાયતના આગેવાન અને ભાજપના સભ્યો ગયા હતા. મુખ્યમંત્રીને અમે બે મહિના પહેલા રજૂઆત કરી હતી કે, આ પ્રકારની આ પ્રવૃત્તિઓ કરે છે પરંતુ તેનું પરિણામ ઝીરો આવ્યું.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડી. કે. સખીયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી એવી છે કે, બધાને સાથે બેસીને નિર્ણય કરવાનો હોય છે અત્યારે અમે બંનેને સાથે બેસાડીને પાર્ટીમાં વિવાદ ન થયા તેવું કાર્ય કરીશું. એક બે દિવસમાં આ બંનેને સાથે બેસાડીને તેમનું સમાધાન કરાવી દેશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp