NDA ઉમેદવાર જગદીપ ધનખરની ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમા જીત, વેંકૈયા નાયડુની લેશે જગ્યા

PC: PIB

દેશમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે અને જેની ચર્ચા થઈ રહી હતી, તે જ થયું છે અને NDAના ઉમેદવાર જગદીપ ધનખર સરળતાથી આ ચૂંટણી જીતી ગયા છે અને વિપક્ષના ઉમેદવારને તેઓએ હરાવી દીધા છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર જગદીપ ધનખરની જીત પહેલેથી જ નક્કી હતી.

જગદીપ ધનખરને 528 મત મળ્યા છે, જ્યારે વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને 182 મત જ મળ્યા છે, જ્યારે 15 સાંસદોના મતને કેન્સલ કરી દેવામાં આવ્યા હતા. હવે જગદીપ ધનખર 11 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદની શપથ લેશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફક્ત સંસદના બંને ગૃહોના સાંસદો જ મત આપી શકે છે. એટલે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભામાં 543 અને રાજ્યસભામાં 232 સાંસદો મતદાન કરે છે. BJPની પાસે લોકસભામાં તો ભારે બહુમત છે. BJP અને NDAની પાસે લોકસભામાં કુલ 303 સાંસદ છે. જ્યારે, રાજ્યસભામાં BJPની પાસે 91 સાંસદ છે. એટલે તેમના માટે આ ચૂંટણી જીતવી એકદમ સરળ થઇ જાય છે.

પહેલાથી જ BJPના ઉમેદવાર જગદીપ ધનખરની ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદગી થવી નક્કી માનવામાં આવતી હતી. દેશના ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવા માટે ચૂંટણી માટે મતદાર ગ્રુપમાં સંસદના બન્ને ગૃહોના, લોકસભા અને રાજ્યસભાના સભ્યો સામેલ થાય છે. સંસદમાં સભ્યોની હાલની સંખ્યા 780 છે, જેમાંથી ફક્ત BJPના 394 સાંસદ છે. જીતવા માટે 390થી વધુ વોટની જરૂરત હોય છે. એટલે કે, BJP પાસે જરૂરી વોટ કરતાં 4 વોટ વધુ છે.

અહીં તમને જણાવી દઈએ કે, હાલના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ 11 ઓગસ્ટના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. આ પહેલા આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp