26th January selfie contest

ચારા કૌભાંડ મામલે લાંબા સમય બાદ લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત

PC: tosshub.com

RJD પ્રમુખ લાલુ યાદવે રાંચી હાઈકોર્ટમાંથી જામીન મેળવી લીધાં છે. દેવગઢ ટ્રેઝરી કેસમાં અડધી સજા પસાર કરવાના આધારે લાલુ વતી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. આના પર સુનાવણી કરતા રાંચી હાઈ કોર્ટે 50-50 હજાર રૂપિયા પર લાલુ યાદવને જામીન આપ્યા હતા. આ ઉપરાંત, કોર્ટે લાલુને પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

ચારા કૌભાંડના કેસની સુનાવણી 5 જુલાઈએ થઇ હતી, પરંતુ રાંચી હાઈકોર્ટમાંથી લાલૂ પ્રસાદ યાદવને રાહત આપી નહોતી. લાલૂ યાદવે જામીન માટે અરજી દાખલ કરી હતી, જેના પર હાઈકોર્ટે આગામી સુનાવણી માટે 12 મી જુલાઈ નક્કી કરી હતી. ચારા કૌભાંડના કેસમાં લાલુ યાદવ રાંચીની જેલમાં બંધ છે.

આ વર્ષે 29 મી મેના રોજ રાંચીની વિશેષ અદાલતે કરોડો રૂપિયાના ચારા કૌભાંડના કેસમાં 16 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા અને તેમને ત્રણથી ચાર વર્ષ સુધીની સજા ફટકારી હતી. એસ.એન. મિશ્રાની વિશેષ CBI અદાલતે ચાઇબાસા ટ્રેઝરી ગેરરીતિ કરીને રૂ. 37 કરોડની કાઢવાના મામલે 16 લોકોને જવાબદાર ઠેરવ્યા છે. કોર્ટે 11 લોકોને ત્રણ વર્ષ અને પાંચ અન્યને ચાર વર્ષની સજા ફટકારી છે.

CBIની વિશેષ અદાલતે આ કેસમાં 2013માં બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્રાને દોષી ઠેરવ્યા હતા. CBIએ બાદમાં 16 અન્ય સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આમાંથી 14 ચારાની સપ્લાય કરતા હતા અને બે સરકારી અધિકારીઓ હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp