CAA મુદ્દે નડ્ડાનો આ પ્રવાસ BJPને પડ્યો ભારે, ભરવો પડશે 13 લાખ રૂપિયાનો દંડ

PC: hindustantimes.com

BJPના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડીનો ઈન્દોર પ્રવાસ પાર્ટીને ભારે પડી શકે છે. હવે ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રદેશ BJPને 13 લાખ રૂપિયાનો દંડ ભરવા માટે કહ્યું છે. રિપોર્ટ અનુસાર, ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે, આ પ્રવાસ દરમિયાન પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવેલ સામાનોને રસ્તા પર લગાવવામાં આવ્યા અને તે બધું જ કોઈપણ પ્રકારની પરવાનગી વિના જ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, ગત રવિવારે એટલે કે 22 ડિસેમ્બરે જે. પી. નડ્ડા ઈન્દોરના પ્રવાસે હતા.

જે નોટિસ ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રદેશ BJPને ફટકારવામાં આવી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે, શહેરમાં આશરે 3450 સ્ક્વેર જગ્યા પર અલગ-અલગ સાઈઝમાં પાર્ટીના બેનરો અને પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આથી મધ્ય પ્રદેશ આઉટડોર એડવર્ટાઈઝિંગ મીડિયા રુલ્સ, 2017 અંતર્ગત બનાવવામાં આવેલા નિયમ 22 (1)નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને તે માટે 10.35 લાખનો દંડ ભરવો પડશે. આ રકમ પર 18 ટકા GST પણ લગાવવામાં આવ્યો છે અને આ ઉપરાંત આ બેનરો અને પોસ્ટરો હટાવવા માટે કરવામાં આવેલો 1.25 લાખ રૂપિયાનો ખર્ચ પણ જોડવામાં આવ્યો છે. આ પ્રમાણે દંડની કુલ રકમ 13.46 લાખ રૂપિયા થઈ ગઈ છે.

રિપોર્ટ અનુસાર, છેલ્લાં બે દાયકામાં આ પહેલો પ્રસંગ છે, જ્યારે કોઈ રાજકીય પાર્ટીના પ્રદેશ એકમને આ પ્રકારની નોટિસ આપવામાં આવી છે. જોકે, આ નોટિસમાં જે. પી. નડ્ડા કે તેમના પ્રવાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જોકે નોટિસમાં રવિવારે યોજાયેલા પાર્ટીના પ્રચાર કાર્યક્રમનો ઉલ્લેખ જરૂર કરવામાં આવ્યો છે અને આ જ દિવસે જે. પી. નડ્ડા આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp