પૂર્વ વનપ્રધાને આદિવાસી અનામત સલામત ન હોવાનો પ્રચાર શરૂ કર્યો

PC: gstv.in

એક સમયે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ પર ભારે પ્રભુત્વ ધરાવતાં ભાજપ સરકારના પૂર્વ વનપ્રધાન અને ભાજપના પૂર્વ સાંસદ કાનજી પટેલે ફરી એક વખત વિવાદ ઊભો કર્યો છે. તેમણે એક પત્રિકા પોતાના નામ સાથે લખીને ભાજપ સામે એવા પ્રશ્નો ઊભા કર્યા છે કે જે આખરે હાર્દિક પટેલની અનામતની ઝૂંબેશ સાથે તેમના મુદ્દા જોડાઈ શકે છે. ચીખલીમાં રહેતાં કાનજી પટેલે એવો સવાલ ઊભો કર્યો છે કે, ભાજપના હાથમાં અનામત સલામત નથી. 2012થી 2017 સુધીના સમયમાં ભાજપ સરકારે ગુજરાતના આદિવાસીઓનો દ્રોહ કર્યો છે. આદિવાસીઓની ભયંકર છેતરપીંડી કરી છે. બિન આદિવાસીઓને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર આપીને સરકારી નોકરી આપી છે. જે આદિવાસીઓને હડહડતો અન્યાય છે. આદિવાસીઓના શોષણ સામે ગુજરાત સરકારે રક્ષણ આપવાની બંધારણીય ફરજ છે. તેમ છતાં વાડ ચીભડા ગળી રહી છે. ભાજપે જાહેરમાં અનામત રદ કરવાની માંગણી કરી છે. રાષ્ટ્રપતિ પણ આવો મત ધરાવે છે. ત્યારે ભાજપના હાથમાં આદિવાસીઓની અનામત સલામત નથી એવા મતલબને પત્રિકાઓ તેમણે છાપીને બધે વહેંચી છે.

અગાઉ શું કર્યું હતું કાનજી પટેલે

જંગલ કટિંગના આરોપો પણ કાનજી પટેલ સામે લાગી ચૂક્યા છે. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં તેમણે પોતાના પુત્ર સુનીલ પટેલ માટે ટિકિટ માંગી હતી પણ ભાજપે આપી ન હોવાથી તેઓ નારાજ થયા હતા. ટિકિટ ન મળવાથી નારાજ ભાજપના વરિષ્ટ નેતાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. તેમને ટિકિટ આપવાનું પક્ષ દ્વારા વચન આપવામાં આવ્યું હતું.

આખરે ભાજપે વર્તમાન ધારાસભ્ય પિયુષ દેસાઈને જ ફરી ટિકિટ આપવાનું નક્કી કર્યું હતું. ભાજપે માજી વન પ્રધાન મંગુ પટેલની ગણદેવીની ટિકિટ કાપી હતી જ્યારે કાનજીભાઈ પોતાના પુત્રને નવસારીની ટિકિટ અપાવવા માગતા હતા. એક સમયનાં કટ્ટર હરીફો મંગુભાઈ અને કાનજીભાઈ એક થઈ ગયા હતા. મંગુભાઈએ પણ કાનજીભાઈના પુત્રને નવસારીથી ટિકિટ આપવાની ભલામણ કરી હતી. દક્ષિણ ગુજરાતનાં આ બન્ને કદાવર ગણાતા નેતાઓએ હાઈકમાન્ડ પર મોટું દબાણ કર્યું હતું. સુનીલ પટેલ નવસારી ભાજપના જિલ્લા મંત્રી હતા.

ભાજપના તે સમયના પ્રદેશ કારોબારી સભ્ય કાનજી પટેલના પુત્ર સુનીલ પટેલે નવસારી વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. દક્ષિણ ગુજરાતના એક જમાનાના ભાજપના કદાવર નેતા એવા જનસંધી કાનજીભાઈ પટેલે ગણદેવી વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઊમેદવારી કરતા ભારતીય જનતા પક્ષમાંથી પિતા અને પુત્રને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કાનજીભાઈ પટેલ ઢોડિયા આદિવાસી પટેલ જ્ઞાતિમાંથી આવે છે અને 6 જેટલી વિધાનસભા બેઠક પર આ જ્ઞાતિઓનું પ્રભુત્વ છે.

કાનજી પટેલ,પ્રદેશ કારોબારી સભ્ય ખુમાનસિંહ વાસિયા અને પૂર્વ વાહનવ્યવહાર મંત્રી બિમલ શાહનો જામનગર ગ્રામ્યમાંથી વલ્લભભાઈ ધારવીયા દ્વારા કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવામાં આવી હતી. ઝાલોદ બેઠક માટે ભાવેશ કટારા દ્વારા કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવામા આવી હતી. ગાંધીનગર ઉત્તરમાંથી રોહિત નાથાણી દ્વારા NCP તરફથી ઉમેદવારી નોંધાવવામા આવી હતી. ખુમાનસિંહ વાંસિયા દ્વારા જંબુસર બેઠક પરથી ચૂંટણી લડી રહેલાં તે સમયના 24 ઉમેદવારોને ભાજપે પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp