કર્ણાટકનું નાટક પૂરું થયું, પડી ભાંગી JDS-કોંગ્રેસ સરકાર

PC: ANI

કેટલાય દિવસના રાજકીય ઉથલપાથલ બાદ ફાઇનલી કર્ણાટકમાં જેની રાહ જોવાઈ રહી હતી, તેનો નિવેડો આવી ગયો છે. કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં મુખ્યમંત્રી કુમારસ્વામી નિષ્ફળ નિવડ્યા છે. કર્ણાટકમાં મુખ્યમંત્રી કુમારસ્વામીના નેતૃત્વ વાળી કોંગ્રેસ-JDS સરકાર પડી ભાંગી છે.

મંગળવારના રોજ ફાઇનલી સ્પીકરે ફ્લોર ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં કર્ણાટકના JDS-કોંગ્રેસ સરકારના પક્ષમાં 99 મત પડ્યા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં 105 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં બહુમતિ માટે 113 ધારાસભ્યોની જરૂર પડે છે, કોંગ્રેસ-JDSમાંથી કેટલાક ધારાસભ્યોએ બળવો કરીને રાજીનામું આપી દીધું હતું.

ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસ-JDS સરકારની હાર અને ભારતીય જનતા પાર્ટીની જીત બાદ ભાજપ કર્ણાટકના દિગ્ગજ નેતા યેદિયુરપ્પાએ વિક્ટરી સાઇનથી પોતાના ધારાસભ્યો સાથે ખુશી વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp