મહેસાણામાં મતગણતરીના સ્થળે બ્લેક ફિલ્મ લાગેલી શંકાસ્પદ મળેલી કાર જાણો કોની હતી

PC: khabarchhe.com

આવતીકાલે મતગણતરી છે ત્યારે મહેસાણામાં ગણતરીના સ્થળ પર જ એક શંકાસ્પદ કાર મળી આવી હતી. હાજર રહેલા તમામ ઉમેદવારોએ સ્ટ્રોંગ રૂમ પાસે પણ પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ અને વીજાપુરના કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડા પણ મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા. આવતીકાલે મતગણતરી થવાની હોવાથી રાજ્યના તમામ જિલ્લાના મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો છે. મતદાન પૂર્ણ થયા બાદ હવે તમામની નજર આવતીકાલે જાહેર થનારા પરિણામો પર છે. ત્યારે આ પ્રકારે મતદાન કેન્દ્ર પર કાર પણ મળી આવી હતી.

મહેસાણાના મતગણતરી કેન્દ્ર પર શંકાસ્પદ કારની હિલચાલ તપાસતા તે પોલીસકર્મીની કાર હોવાનું જાણવા મળ્યું હતું. કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા ખુલાસો થયો છે કે આ ટાઉનશીપના પોલીસ અધિકારીની કાર છે. AAP કાર્યકર્તાઓએ મતગણતરી કેન્દ્રમાં કાળી ફિલમવાળી કારની એન્ટ્રીને લઈને હંગામો મચાવ્યો હતો. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

આવતીકાલે જાહેર થનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ગુજરાતની જનતા આતુરતાથી રાહ જોઈ રહી છે. એક્ઝિટ પોલ ભાજપ માટે સત્તા પરિવર્તનની શક્યતા દર્શાવી રહ્યા છે. જો કે, પરિણામ આવે ત્યાં સુધી તમામ પક્ષો જીતનો વિશ્વાસ જાળવી રહ્યા છે. કેટલીક જગ્યાએ અપક્ષ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા બહાર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ પણ સામે આવી છે. મતગણતરી કેન્દ્રો પર અત્યારે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp