માયાવતીએ કર્યો મોટો ખુલાસો, ગઠબંધનમાં શા માટે છોડી અમેઠી-રાયબરેલીની સીટો

PC: intoday.in

બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે કોન્ફરન્સ કરી ઉત્તર પ્રદેશમાં ગઠબંધન કરવાનું એલાન કર્યું છે. આ સાથે માયાવતીએ પ્રાંતની 80 લોકસભા સીટોની ફોર્મૂલા રજુ કર્યું છે. આ અંતર્ગત સપા-બસપા 38-38 સીટો પર ચૂંટણી લડશે અને બે સીટો સહયોગી પક્ષો માટે છોડવામાં આવી છે. બાકીની બે સીટો એટલે કે અમેઠી અને રાયબરેલીમાં સપા-બસપાએ ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ ગઠબંધનમાં ઉમેદવાર ન ઉતારવાની રણનીતિ અપનાવી છે.

માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસનો ગઠબંધનમાં સમાવેશ નહીં થાય. 'અમે કોઈપણ એવી પાર્ટીને ગઠબંધનમાં સ્થાન નહીં આપીએ જેનાથી પાર્ટી અથવા ગઠબંધનને નુકશાન પહોંચે.' પરંતુ, તે બાદ તેમણે કોંગ્રેસની સમસ્યાઓનો ઉપચાર આપવા માટે અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસ વિરુદ્ધ ગઠબંધનના ઉમેદવારને ન લડવાનું એલાન પણ આપ્યું છે.

માયાવતીએ વધુમાં જણાવ્યું કે, 'અમેઠી અને રાયબરેલી આ બંને લોકસભાની સીટોને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા વગર જ છોડી દીધી છે, કારણે કે BJPના લોકો આ બંને સીટો પર કોંગ્રેસ પાર્ટીના ગાર્ડિયન અથવા તેમના અધ્યક્ષને ફસાવવાની કોશિશ ન કરી શકે.' સમાજવાદી પાર્ટીએ પહેલા પણ ચૂંટણીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી નહતી. પરંતુ બસપાના ઉમેદવાર મેદાન પર હોય છે. અને કોંગ્રેસ કન્નોજ અને મેનપુરી જેવી સીટો પર સપા વિરુદ્ધ પોતાના ઉમેદવાર ઉતારતા નહતા.

હકીકતમાં માયાવતીએ પોતાના આ નિવેદનમાં કંઇક આવું દેખાડવાની કોશિશ કરી છે કે સપા-બસપા કોંગ્રેસ વિરુદ્ધ નથી પરંતુ NDP વિરુદ્ધ છે. આ જ કારણ છે કે તેમણે અમેઠી અને રાયબરેલીની સીટો પર ન લડવાનો નિર્ણય કર્યો છે, કારણ કે કોંગ્રેસને ત્યાં BJP વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં કોઈપણ મુશ્કેલી ઉભી ન થાય. માનવામાં આવે છે કે જો સપા-બસપા ગઠબંધનમાં આ બંને સીટો પર ઉમેદવાર ઉતારેત તો કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ખૂબ વધી શકાતી હતી. એવામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીમાં ફસાયેલા રહી જાત અને દેશના બાકી રાજ્યોમાં BJPને ફસાવવામાં સમય આપી શકેત નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp