5 વર્ષમાં એકવાર થાય છે MCD ચૂંટણી, પરંતુ દર વર્ષે બને છે નવા મેયર, જાણો કારણ

PC: khabarchhe.com

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડમાં મતગણતરી પૂરી થઈ ગઈ છે અને આમ આદમી પાર્ટી ઈલેક્શન જીતી ગઈ છે તેને 134 બેઠક મળી છે, જ્યારે ભાજપે 104 સીટ જીતી છે. આ વર્ષે, સીમાંકન પછી, ત્રણેય MCD એક થઈ ગયા. ટુંક સમયમાં જ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે કે MCDના મેયર કોણ હશે.

મેયરનો કાર્યકાળ કેટલો હોય છે

જણાવી દઈએ કે MCDના મેયરની ચૂંટણી સીધી રીતે નથી કરવામાં આવતી. કાઉન્સિલરો સાથે મળીને મેયર પદ માટે મતદાન કરે છે. જણાવી દઈએ કે MCDની ચૂંટણી 5 વર્ષમાં એકવાર યોજાય છે. જોકે મેયરની ચૂંટણી દર વર્ષે કરવામાં આવે છે. મેયર કોણ બનશે તે કાઉન્સિલરો નક્કી કરશે. આ માટે મતદાન કરવામાં આવે છે.

કેવી રીતે ચૂંટાય છે મેયર?

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો બાદ જે પાર્ટીને સૌથી વધુ સીટો મળે છે મેયર તે પાર્ટીનો બને છે. ચૂંટણી પરિણામો આવ્યા બાદ ગૃહની બેઠક બોલાવવામાં આવે છે. જે કાઉન્સિલરો ચૂંટણી જીતે છે તેમાંથી તેઓ કેટલાકને મેયર પદ માટે નોમિનેટ કરે છે. આ પછી મેયર ચૂંટણીમાં જાય છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ મુજબ દર વર્ષે એપ્રિલમાં પ્રથમ બેઠકમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી કરવામાં આવે છે.

માત્ર મહિલા બને છે પહેલીવાર મેયર

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરનું પદ પ્રથમ વર્ષ માટે મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. જો કે બીજા વર્ષે કોઈ પણ મેયર બની શકે છે. આ પોસ્ટ ત્રીજા વર્ષ માટે અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. ચોથા અને પાંચમા વર્ષમાં કોઈપણ મેયર બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp